________________
મુનિજીવનની બાળપોથી–૨
એક વાત ખ્યાલમાં રાખવી કે ગમે તે સમયે એકથી વધુ સમયે જિનાલમાં ચૈત્યવન્દનાદિની અનુકૂળતા ન હોય ત્યારે અરિહતચેઈઆણે.... અન્નત્થ..... એક નવકાર......
સ્તુતિ....રૂ૫ લઘુ ચૈત્યવન્દન તે બધા જિનાલયે કરવું. (૨૭) સજાતીય-સ્પર્શ નિષેધ
જે કે આપણું મુનિજીવન જ તપ અને ત્યાગપ્રધાન છે એટલે બ્રહ્મચર્યનું નિર્મળ પાલન કરવું એ સરળ આરાધના બની જાય છે. છતાં ક્યારેક નિમિત્તો જ એવાં ઊભાં થાય તે પૂર્વ સંચિત કર્મો તફાન કરી બેસે તે સંભવિત પણ છે. એમાં ય વિજાતીય નિમિત્તોથી તો હજી પણ અનેક લજજાદિ કારણોસર પણ દૂર રહી શકાય છે, પરંતુ ક્યારેક સજાતીય નિમિત્તો કોઈ અહિતના પગરણ માંડી દે ખરા.
એવું ન થાય તે માટે એક નિયમ જ બનાવી દે જોઈએ કે સજાતીયને પણ પશ સુદ્ધાં ન કરવું. ગ્લાન ત્યાદિનું કારણ હોય છે તેવા વખતે વડીલની રજા મેળવવી.
ઉઠાડવાની બાબતમાં ઘાના સ્પર્શથી જ ઉઠાડવા.
ગૃહસ્થનાં સંતાનોને કદી રમાડવાં નહિ. પાસે બેસાડીને ધર્મપ્રેરણું માટે પણ – નિર્દોષભાવે ય– વહાલ બતાડવું નહિ. તેમને રમાડવા જેવી ચેષ્ટા કરવી નહિ.
મહરાજની કળા ખૂબ જ અકળ છે. આપણે તેમાં અજાણતાં ય ફસાઈ જઈએ તે અત્યન્ત સંભવિત છે. મુ. ૭