________________
મુનિજીવનની બાળપોથી–૨
૫
આટલું ધ્યાનમાં લેવા જેવું *** (૨૩) વિજાતીય સંપર્ક ત્યાગવાં?
મુનિજીવન વધુમાં વધુ સ્વાશ્રયી હોવું જોઈએ. પિતાની કઈ પણ બાબત [માત્રુ પરઠવવું, એ બાંધે, કાપ કાઢ, લૂણું કાઢવું, પ્રતિલેખન કરવું વગેરે ] ખાસ કારણ વિના બીજા મુનિઓને આપવી જોઈએ નહિ; આવી પ્રતિજ્ઞા જ હોવી જોઈએ.
કેટલીક વાર મુનિઓ સાવીજીને કાપ કાઢવા માટે કામળી વગેરે આપતા હોય છે. સાધ્વીઓ પણ આવા ભક્તિના લાભ આગ્રહપૂર્વક માગતા હોય છે. આ ઠીક નથી. જ્યાં આઘે, પાતરાદિ પણ જાતે ટાંકવાના કે રંગવાના હોય છે ત્યાં આ કાપની વાત તે રહી જ ક્યાં?
ભક્તિની પણ મર્યાદા હોય. જે ભક્તિ કાલાંતરે નુકસાન પહોંચાડવાની અલપ પણ સંભાવના ધરાવતી હોય તેવી ભક્તિ કદી થાય નહિ. આવા સંપર્કને વ્યવહારેની વિપરીત અસર નૂતન, અપરિણત, યુવાન સાધુસાધ્વીઓને અવ્યક્ત રીતે થતી હોય છે. આથી પણ આવા વિજાતીય સંપર્કો ન રખાય તે જ ખૂબ ઉચિત છે. (૨૪) ભાજને ઉઘાડાં ન મૂકવાં :
પાણીના ઘડા, ફીણવાળી ડોલ, પાણી ઠારેલી પરાત વગેરે કદી ખુલેલાં મૂકવો ન જોઈએ. ખુલ્લાં ભાજને