________________
પાઠ : ૮ જમાનાવાદ અને લોકહેરી
જિનશાસનની સેવારૂપ રક્ષા કરવાની જવાબદારી પ્રધાનપણે જે શ્રમણ-શ્રમણ સંઘના માથે છે એ નિર્ચથ–સંઘને છિન્નભિન્ન કરીને ખતમ કરી નાખવાની તે તાકાત નથી તે બ્રિટિશરોમાં કે નથી તે દેશી–અંગ્રેજેમાં ! નથી તે સુધારાવાદની બુમરાણ મચાવતા જૈનેમાં કે નથી તે કોઈ નાસ્તિકમાં !
એ તાકાત એ જ ચતુર્વિધ સંઘના પ્રધાન અંગભૂત નિર્ચન્થ (શ્રમણ-શ્રમણી) સંઘના જ જમાનાવાદ અને લેકહેરીની સક્રિય તરફેણમાં ઘડેલી છે.
જે નિર્ગથ સંઘ જિનાજ્ઞાને જ પ્રધાન બનાવીને દેશ, કાળ, પરિવર્તન, નવસર્જન, પ્રગતિની જૂઠી બુમરણમાં અંજાયા વિના સુંદર રીતે સંયમજીવનનું પાલન કરતા રહે તે વિશ્વની બે મહાસત્તાઓ ભેગી થઈને પણ જૈનસંઘને નાશ કરી શકે તેમ નથી.
પણ આ નિગ્રંથ સંઘ ઉપર નજર કરતાં ક્યાંક કેટલેક ઠેકાણે જમાનાવાદી રીતરસમો તરફ કૂણી લાગણી