________________
મુનિજીવનની બાળપોથી–૨
લે. તે દવાઓ દોષ સેવીને પણ લેવી સારી અને એલેપથી નિર્દોષ મળે તે ય નકામી.
એલેપથી પ્રાણમુક્તિના દિવસે પણ આપણને રોગમુક્ત કરનાર નથી. તેમ થાય તે જ તેના ડેકટર વગેરેનાં ખીસાં ભરાતાં રહે. સ્વાર્થના ઘાતકી પાયા ઉપર જ એ વિજ્ઞાનની રચના થઈ છે, પછી ક્યાં વાત રહી? (૨૨) મલિન કપડાંમાં સાવચેતી રાખવી | મલિન કપડાં એ તે મુનિજીવનનું ભૂષણ છે, દૂષણ જરા ય નથી. એના કારણે બ્રહ્મચર્યાદિની રક્ષા સુલભ અને સરળ બની જાય છે. પરંતુ આ બાબતમાં એક સાવચેતી ખૂબ ધ્યાનમાં લેવા જેવી છે.
આ જ મલિન વસ્ત્રો શાસનહીલનાનું ઉઘાડું અને વ્યાપક નિમિત્ત બની જાય છે તે વખતે તેના સંબંધમાં વિચારવું જ પડે. દા. ત, બૈદ્યને આરે ગ્ય જેવાનું હોય; કટ્ટર શુચિવાદી બ્રાહ્મણ પાસે પાઠ લેવાનો હોય; વિશિષ્ટ પુણ્યવાન અને વ્યક્તિ વંદનાઘર્થ આવનાર હોય તે તેવા સમયે તે કપડાને કાપ કાઢી લે તે ખૂબ જરૂરી છે; આવશ્યક પણ છે. જે તેમ ન થાય અને આગન્તુક વ્યક્તિને તેને તેવા સંસ્કારને લીધે ગંછા, તિરસ્કાર વગેરે થાય છે તે દુર્લભધિ બને; જેમાં આપણે નિમિત્ત બની જઈને ચીકણે કર્મ બંધ કરીએ.
બીજે અધર્મ ન પામી જાય તેની કાળજી કરવાનું