________________
૮૮
મુનિજીવનની બાળપોથી-૨
બાકી પરિસ્થિતિ એવી આવી રહી છે કે ઘઉં વગેરે લોટમાં, દૂધના પાઉડરોમાં પણ માછલીને લેટ તથા ઘીમાં પશુઓની ચરબી વગેરે ફરજિયાત ભેળવાશે. તાજેતરમાં જ એક મુનિના પાતરામાં માછલીના લેટની જેટલી આવી ગઈ હતી, જે વખતે આપણે બધાએ સંયમની આરાધના કેવી રીતે કરવી ? તે મેટામાં મેટો સવાલ થઈ પડશે. જે આર્યવ નહિ તે જૈનત્વને અને તેથી ઊંચા સાધુત્વને જીવાડવું અત્યન્ત મુશ્કેલ બની રહેશે.
સંવેદન વીરની કીકીમાં ઊભરાતું દર્શન
એ હતી ! જીવિતવામી પરમાત્મા વીરની પ્રતિમા ! ના...એ હતા; ત્રિલોકગુરુ, દેવાધિદેવ, શાસનપતિ, સાક્ષાત
વીર-પ્રભુ ! દર્શન કરતાં આતમને અનેરે આહૂલાદ થયે. દર્શન જામતું ગયું...એની ચરમ સીમાએ પહોંચ્યું. આમ અને પરમાતમ બેયની કીકીઓ જાણે એક થઈ ગઈ અને આતમને એમાં શું દેખાયું ? સિનેમાની પટ્ટીનાં દશ્ય પડદા ઉપરથી જેમ ક્રમશઃ પસાર થતાં જાય તેમ આતમને ત્યાં પાંચેય કલ્યાણકમય પ્રભુ વીરનું સમગ્ર જીવન દેખાયું.