________________
મુનિજીવનની બાળપોથી–૨
૮૭
હોસ્પિટલમાં હોય છે. આ છૂટછાટ જેવાથી તેમને પણ સહેલાઈથી નુકસાન થવાની પૂરી શક્યતા છે.
જે જરાતરામાં આપદુધર્મને આશ્રય લેવાની વાત કરીશું તે તેની પરંપરા ખૂબ જ ઘાતક બનીને રહેશે, તે કરતાં તે બહેતર છે કે દઈ જીવતું રહે. સહન કરીને કર્મક્ષય માટે યત્ન કરીશું, બાકી આજના કાળમાં જે પ્રકારની સગવડ જોઈએ તે મળવાની પૂરી શક્યતા છે; એટલે ઉપર્યુક્ત અપવાદ સેવવાની જરૂર પડે તેમ નથી.
આની સાથે બીજી પણ એક વાત કરી દઉં કે સાધ્વીજીને વિહારમાં માણસ રાખવાનું અનિવાર્ય હોય તે તેમણે બાઈને જ રાખવી જોઈએ. એવું જ સાધુ મહારાજે પુરુષને જ રાખવું જોઈએ.
બેશક, આજની ત્યાગી-સંસ્થા મહદંશે સુંદર કેટિનું સંયમ પામે છે, છતાં આવી બધી કાળજી લેવી જોઈએ જેથી નવી શિષ્ય–સંતતિ પણ ઉચ્ચ કક્ષાના સંયમના આદશે જાણે અને એ રીતે તે પણ જીવે.
સવાલ (૨૦)ઃ આજે “મટન-ટેલે' [પશુની ચરબી)વાળા સાબુ મળે છે, તે તેને ઉપયોગ કરે કે નહિ ?
જવાબ : આવી વસ્તુને ઉપયોગ ન થાય તે જ ઈચ્છનીય છે. આવા સાબુને બદલે ડીટર્જન જાતના સાબુઓ અને તેના પાઉડરે મળે છે, જેમાં “મટન–ટેલે આવતે નથી. એ સિવાય અહિંસક સાબુ પણ તપાસ કરતાં મળી આવે છે. તેને ઉપયોગ થાય તે ઈચ્છનીય છે.