________________
મુનિજીવનની બાળપોથી–૨
આપણને શાસ્ત્રકારોનું સાફ સાફ ફરમાન છે, તે કદાપિ ન ભૂલવું.
બાસ્તા જેવાં ધળાં કપડાં પહેરવાના શોખીન કરતાં આ માલધારી મુનિઓ અત્યંત બહુમાન અને ઘન્યવાદને પાત્ર છે; પરંતુ ગીતાર્થ ગુરુદેવના ઉપર્યુક્ત સૂચન વખતે તેઓ પિતાને કેઈ આગ્રહ કદાગ્રહમાં ન પરિણમવે તેવી તેમની પાસે અપેક્ષા પણ રહે છે. જે તેઓ શાસ્ત્રના જ વચનને એકાંતિક રીતે પકડીને ગીતાર્થ–ગુરુના અભિપ્રાયથી પણ વિરુદ્ધ જાય તે તેઓ અપરિણત કહેવાય.
નિષ્કારણ પુષ્કળ અપવાદ સેવી તે અતિ પરિણત છે, જ્યારે એકલા ઉત્સર્ગને આગ્રહી અપરિણત છે. બેયનું હિત સંભવિત નથી.
હિત તે માત્ર પરિણુત આત્માનું છે, જે સંવિગ્ન. અને ગીતાર્થ–ગુરુની આજ્ઞાને સદૈવ શિરસાવંઘ કરીને. અમલમાં મૂકે છે.
સવાલો અને જવાબો
સવાલ (૧૭) : ક્યારેક ખરેખર વળગાડ જય છે તે. તે માટે આપણે ત્યાં કેઈ ઉપાય ખરે?
જવાબ : આ અંગેના નક્કર ઉપાયે અનેક હશે, પરન્તુ મારા ખ્યાલમાં એક ઉપાય છે.