________________
પાઠ : ૭ આરાધકે ! સાવધાન
જેઓ તપ કરે છે, સ્વાધ્યાય ખૂબ કરે છે, વ્યાખ્યાને દ્વારા લેકપકાર કરે છે, જે આહારના ત્યાગી , કપડાના ખાખી છે, ભેગસુખના વિરાગી છે. તે બધાં આરાધક કહેવાય છે. આમાંના એવા આરાધકની આપણે અહીં વાત કરવી છે, જેઓ પિતાને આરાધક માને છે; ના...એટલું જ નહિ પણ પિતે આવું બધું કરતા હોવાથી આરાધક છે એવું જણાવે છે કે દેખાડે છે.
આવા આરાધકને સાવધાનીને એક સૂર સંભળાવ છે. આવા આરાધકે આરાધનાની જે પર્વતીય ધાર ઉપર ચાલી રહ્યા છે તે ધાર ખૂબ જ સાંકડી છે. એટલું જ નહિ પણ તે ધારની બે બાજુ મેં ફાડીને ઊભેલી વિકરાળ ખીણે છે. જે જરાક ચૂકે તે તે ખીણમાં એવા ગબડી પડાય કે હાડકું ય હાથમાં ન આવે.
આમાંથી એક ખીણનું નામ છે, અહંકાર. અને બીજી ખીણનું નામ છે, તિરસ્કાર.
જેમના જીવનમાં આ બે દોએ ઓછેવત્તે અંશે પણ પ્રવેશ કર્યો હોય તે બધા આરાધકોને જણાવવું