________________
૭૬
મુનિજીવનની બાળપોથી-૨
કરવત વડે ખોપરી ચીરતા, વિકરાળ પંખીઓ વડે શરીરના માંસની મિજબાનીઓ કરાવતા. ઊંધા ઊભા પકડીને બે પગે ખેંચીને ચીરી નાખતા દેવાત્માઓને જોઈને તે ચક્કર આવવા લાગ્યા !
હાય ! આનું નામ નારક ! યાત્રી ત્યાં વધુ સમય થંભી ન શક્યો. પાછો વળી જઈને મર્યલેકમાં ચાલી આવે.
ઘણા દિવસે અને ઘણી રાત્રિઓ સુધી એ દશેની -ભયંકર અસર યાત્રીના મન ઉપર રહી ગઈ. પણ જ્યારે સ્વસ્થ થયે ત્યારે તેણે વિચાર કર્યો કે, “નારક એ ખરેખર શું છે? એની કદાચ નારકની વાત કરનાર ધમ જનેને પણ પૂરી ખબર નહિ હોય. મારે વિશ્વના સઘળા ય લેકને આ દુર્ગતિ સમજાવવી છે, અને સહુને કહેવું છે કે, “જે ક્ષણિક સુખને ભેગવવામાં તમે આંધળા-ભીંત થઈ જાઓ છે તેની પાછળ અતિશય વિરાટ દુઃખના ડુંગર માથે તૂટી પડે છે. આ વાત તમે કેઈ ન ભૂલે. નાનકડા કેઈ સુખ ખાતર, નિંદા-કુથળીના રસ ખાતર; યશકીતિની ભૂખ ખાતર, મિષ્ટાનાદિ પદાર્થોના સ્વાદ ખાતર તમે હજારો વર્ષોની કાળઝાળ અને વિકરાળ દુઃખની અગનખાઈમાં ધકેલાઈ જવાય છે. અરે, એ માનવે ! તમે આવું કદી ન કરે.”
માનવજીવન પામીને ભેગરસે ભાન ભૂલેલાને અને મુનિજીવન પામીને એશારામીમાં કે અહંકાર-તિરસ્કારમાં ખવાઈ ગયેલાઓને નારકની આ કથા મારે કહેવી છે.