________________
૭૪
મુનિજીવનની બાળપોથી-૨
સવાલ (૧૬) : સાથે રહીને બધા ઉપાયો કરવા છતાં પરસ્પર મનદુઃખનાં કારણે વારંવાર ઉપસ્થિત થતાં હોય તે શું કરવું ?
જવાબ : જે બધા જ ઉપાય અજમાવ્યા પછીની આ ફરિયાદ હેય તે હવે એટલું જ સલાહભર્યું લાગે. છે કે તેવી બે વ્યક્તિઓએ પ્રેમથી થોડા સમય માટે જુદા જુદા સારા ગ્રુપમાં ગોઠવાઈ જવું. વડીલના ય વડીલે હોય છે. તેમની સાથે એક વ્યક્તિ ગોઠવાય અને એક વ્યક્તિ સ્વસ્થાને રહે
વિયેગના સમયમાં કેટલીક વાર એકબીજાને સમજવાની અને પિતાની ભૂલને નજરમાં લાવવાની તક મળી જાય છે. આથી બે વચ્ચેનું અંતર પાછું સંધાઈ જતું હોય છે.
Xxx
*
*
*
સંવેદન ચાલે, નારકના દર્શને
અનંતને આ યાત્રી એક દી નારક જોવા માટે નીકળી પડયો. સ્વર્ગે જવું મુશ્કેલ છે; નારકમાં જવું તેમાં શી વાર? સડસડાટ નીચે ઊતરી જતાં પહેલી નારક આવી ગઈ.
વર્ણન ન થઈ શકે એવાં એ ભયંકર દશ્ય હતાં. જે છાતી વજ૨ જેવી કરવામાં ન આવે તે ચોક્કસ ફાર જાય તેવું ત્યાં ભીષણ તાંડવ ખેલાતું હતું. ચિચિયારીઓ ચીસ, મારપીટ, મરણ સમયની કણસતી વેદનાઓ, નાસ