________________
૭ર
મુનિજીવનની બાળપોથી-
-
-
-
-
-
-
પરંતુ સાચું સાધુપણું જેઓ પાળે છે તેમનું સમગ્ર જીવન વિષયેથી એટલું બધું વિરક્ત હોય છે કે સામાન્યતઃ તેમનામાં વિષયવિરાગના ગાઢ સંસ્કાર પડી ગયા હોય છે. આથી દેવલોકમાં પણ તેમને ત્યાંના વિષયે પ્રત્યે રતિભાવ જાગ્રત થતું નથી. એ રતિભાવ તે તેમને થાય, જેમણે સાધુવેશના સ્વાંગ નીચે વાસનાઓને માંડ માંડ દાબી રાખી હતી અથવા વાસનાઓને ખાનપાનાદિ દ્વારા પિષી હતી.
વળી જેમ માનવગતિનું મુનિજીવન પાપકર્મને ક્ષય કરનારું બને છે તેમ તેવા મુનિઓને દેવજીવન મળે તે તે દેવજીવન ભેગો ભેગવવા દ્વારા પુણ્યકર્મને ક્ષય કરનારું પણ બને છે. વળી તે દેવાત્મા તીર્થંકરદેવોની દેશના અને તીર્થાદિની યાત્રાઓમાં જ મેટો સમય પસાર કરીને પણું વિશિષ્ટ કોટિની આરાધના કરતા રહીને પાપક્ષય પણ કરતા હોય છે. આમ તેમના માટે તે દેવજીવન પણ એક પ્રકારની સાધનાનું જીવન જ બની રહે છે.
મુશ્કેલી તેમને ત્યાં પડે છે; જેઓ અધકચરા સાધુજીવનને જીવીને દેવલોકમાં ગયા છે ! ત્યાં તેમનાં જોરદાર પતન થાય છે તેમાં નવાઈ પણ શી છે ?
સવાલ (૧૫) : જે સાધ્વીજીએ સાધુ ભગવંત સાથે બિલકુલ પરિચય ન રાખે તો તેમની જરૂરિયાત પૂરી પડે ખરી ?
જવાબ : અરેરેરે ! આ તે કે આરાધકભાવની મસ્તીશૂન્ય, મરવા જે સવાલ ? શું એ વિશિષ્ટ પુણ્ય