________________
૮૦
મુનિજીવનની બાળપોથી–૨
પીઢ સાધુઓને નૂતન સાધુઓની ભૂલે તરફ બાળ-સાધુ કે સાધ્વીજીની રમત તરફ; અહં સાથે તિરસ્કાર અને ધિક્કાર પેદા થતાં પ્રાયઃ વાર લાગતી નથી. આના પરિણામે તેઓ એકાન્તમાં બેસીને તે બધાની ઠાવકા મેંએ નિંદા કરતા હોય છે.
કેવા ખેદની વાત છે કે પરદોષની નિંદા કરવા સુધી પહોંચનારને પિતાની ભૂલ તરફ દષ્ટિ પણ જતી નથી.
ઘણુ અનારાધકે, નૂતને અને બાલદીક્ષિતનાં જીવન આરાધક (2) વડીલોના આવા અહંકારપ્રયુક્ત તિરસ્કારના અભિગમથી બરબાદ થઈ જતાં હોય છે.
એગ્ય શિક્ષણ પદ્ધતિના અભાવે જ તેમનું જીવન રહેંસાઈ જતું હોય છે. હવે એ વડીલેને કેણ સમજાવે કે, “તમારા અહંજનિત તિરસ્કારભાવની ઊની ઊની લહાય જ આશ્રિત વ્યક્તિના જીવન-છેડને સળગાવવાનું કામ કરી રહી છે !
ભારે દુઃખની આ વાત છે. ન જાણે કેટલાય જીને વિકાસ સ્થગિત થઈ જતું હશે. બધાને મૂકીને આવેલા અને અહીંના બધાને જ પોતાના મા-બાપ, ભાઈ–બહેન તરીકે જેનારા જે અહીંથી પણ લાત ખાશે તે એ જશે ક્યાં ? દુર્ગતિમાં જ ને ? તો એમને એવી સ્થિતિમાં મૂકનારાનું પણ દુર્ગતિ સિવાય બીજું શું થશે?
ક્યારેક ગ્રુપના મુખ્ય વડીલ બધી રીતે પ્રકૃતિથી સુંદર હોય છે તે બીજા રત્નાધિકમાં કેદની પ્રકૃતિ એટલી વિચિત્ર હોય છે કે તેના કારણે પણ લઘુ સાધુ