________________
મુનિજીવનની બાળપોથી–૨
૨૩
-
સંવેદન ખામેમિ, મિચ્છામિ, વંદામિ
સંસ્કૃતમાં એક વાક્ય આવે છે; “ગૃહીત ઈવ કે શેષ, મૃત્યુના ધર્મ આચારેત્ ” – “હે જીવ ! યમરાજાએ તારા વાળ ખેંચીને પકડ્યા છે હિવે તને ઉપાડી લે એટલી જ વાર) માટે તું ધર્મનું આચરણ કરી લે.”
શું મેત આટલું બધું સરળ અને સહેલાઈથી આવી જતું હશે ? રે! ગમે ત્યારે – વગર નેટિસે પણ – મરી જવાય છે? કઈ સ્થાનને કઈ તિથિ; કોઈ વાર કોઈ કલાકને નિશ્ચય નહિ ! એ બધું અનિશ્ચિત ! અને મત નિશ્ચિત ! તે જીવનનાં પાપનું પ્રાયશ્ચિત્ત ક્યારે થાય?
તે વૈર-વિરોધનું વિસર્જન કરવાની તક શી રીતે મળશે ?
જે મેત એકાએક આવી ઊભે; કદાચ એ હાર્ટએટેક જ હોય તો શું કરવું ?
રે ! આના કરતાં તે પેલું કેન્સરનું દર્દ કે ટી.બી. જેવું દઈ સારું, જેમાં નેટિસ મળે; જેમાં દરદી પોતે જ પિતાનું મોત ધીમે ધીમે નજીક આવતું જતું જુએ...જેથી તે બધા બૈર-વિસર્જન, બધા પાપ-પ્રાયશ્ચિત્ત અને પરમેષ્ઠિ ભગવંતેને કેટ કેટિ વાર વંદના કરી શકે. આમ તેનું જીવન શુદ્ધ બની જાય; મરણ મંગલ બની જાય; મહોત્સવ બની જાય.