________________
મુનિજીવનની બાળપોથી-૨
૨૩
આટલું ધ્યાનમાં લેવા જેવું
*
(૮) લચની ઉપેક્ષા ન કરવી.
સામાન્યતઃ દર છ મહિને ફિગણ અને શ્રાવણમાં લેચ કરાવવાનું હોય છે. કોઈ મગજની બીમારી જેવા આગાઢ કારણે ફાગણ માસમાં લેચ ન કરાવી શકાય તે બને, પણ સંવત્સરી પ્રતિકમણ પૂર્વે તે લેચ કરે જ જોઈએ. તે વખતે ય માથામાં ગૂમડાં થઈ જવાં વગેરે આગાઢ કારણ આવી પડ્યું હોય તે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે, કાતર કે અસ્ત્રો ફેરવીને પણ મુંડન કરાવી લેવું પડે. આવું મુંડન કરાવનારને શાસ્ત્રનીતિ મુજબ દર પંદર દિવસે કે દર મહિને કાતર કે અસ્ત્રાથી ફરજિયાત મુંડન કરાવતા રહેવું જ જોઈએ; જેથી સહુને જાણ થાય અને દંભનું સેવન થઈ જવા ન પામે.
પણ આ તે આગાઢ કારણની વાત થઈ. બાકી તો. વર્ષમાં બે વખત લેચ કરાવવું જ જોઈએ. લોચના તો અનેક લોકોત્તર લાભે છે પણ આ કડક-નિયમને બીજે લૌકિક લાભ એ છે કે જે તે અગ્ય વ્યક્તિ દીક્ષા લેતાં હજાર વાર આપમેળે અટકી પડે છે, આથી મુનિ-સંસ્થામાં બગાડ પસતે આપમેળે અટકી જાય છે. જે આ લાચનિયમને ઢીલો મૂકવામાં આવશે તે આખી મુનિ-સંસ્થા અગ્યપ્રવેશને કારણે શિથિલ થઈને પાયમાલ થશે.. પિતાનું માનવંતુ વ્યક્તિત્વ ગુમાવી બેસશે.