________________
૫૨
મુનિજીવનની બાળપોથી–૨
તારાથી ટાઢ, તડકાનાં દુઃખ ખમાતાં નથી ! તારાથી ભૂખનાં દુઃખ સહાતાં નથી ! તારાથી અપયશ-અપમાન વેઠાતાં નથી !
તારે પૃદયને ભેગવી લે છે ! બસ-સાધુના વેષે પક્કા સંસારી જેવું મદમસ્ત ખાનપાન અને એશારામનું જીવન જીવી લેવાની તાલાવેલી જાગી છે !
સબૂર ! જે કરવું હોય તે કરજે. પણ એક વાર આંખ મીંચીને તારા સંભવિત ભયાનક પરલોકને તું નજરમાં લઈ લે !
જે ત્યાં કેવાં કેવાં કાતિલ દુખેના વંટોળ જામ્યા છે! જે ત્યાં ચીરો અને ચિચિયારીઓ સંભળાય છે !
અરે આ દેવગતિની વ્યન્તર કે વાણવ્યન્તરની દુનિયામાં આવેલા તારા જેવા જ વિચારવાળા આત્માઓને જે! ન ત્યાં જીવી શકે; ને ત્યાંથી – મરીને- નીકળી પણ શકે ! “દસ હજાર કે તેથી પણ વધુ વર્ષનું નિશ્ચિત આયુ! હીનતમ “પુથના ઉદય સાથે મોહનીય કર્મના પાપની ઉદયકાલીન વેદનાઓ સહવા સાથે પૂરું કર્યા વિના છૂટકો જ નહિ. એ આત્માઓના સાધુવેષવાળા વડા ક્યાં ગયા ! એછે. ક્યાં ગયા? પદવીદાન અને ઓઢાડતી કામળીના ગંજ ક્યાં ગયા? માનચાંદ દેતી સભાઓ ક્યાં છે? વ્યાખ્યામાં એકઠા થતે માનવમહેરામણું ક્યાં છે? ગોચરીમાં મીઠાઈઓથી અને ફળથી ભરાતાં પાતરાં ક્યાં છે? પેલા બધા શિથિલાચારમાં હા જી હા....ભણતા જીહજૂરીઆ ભગતે ય કયાં છે?
ઓ નિર્ચથ! હવે આ જગતની સામે જે ! આ જૈિનસંઘ સામે નજર કર ! જમાનાવાદ અને ભેગવાદના