________________
અનિકવનની બાળપોથી-૨
હવે સૌ પ્રથમ વિધિપૂર્વક પામશુદ્ધિ કરી લેવી છે. પછી ધર્મમય જીવનને આરંભ કરે છે. અને પછી તરત જ સર્વસંગત્યાગના પથે ઠગ માંડી દે છે ! વિશિષ્ટ કેટિનું તપ, જપ અને સંયમનું સુંદર જીવન જીવવું છે. ગુરુદેવામાં તુંહી તુંહી બની જવું છે. અનતી કામણઅથર્ગણાને પ્રત્યેક સમયે બુકડે લાવે છે.
પણ એ કિરતાર! આ બધું ય મારા પુરુષાર્થે થઈ શકે તેમ નથી. હું તે વળી કેશુ? એનામાં શક્તિ કેટલી?
જે તારી કૃપા મળી જાય તે મારા માટે મેરુ જેવું આ કામ અણુ જેટલું નાનું બની જાય. તારી કૃપાથી તે સાગર પણ ખાચિયું બની જાય.
ભસ. કિરતાર ! હવે મને તારો આધાર છે! તારી કૃપાનું એક જ કિરણ મારી ઉપર ફેંક. પછી જે એના પ્રભાવે હું આંતરજગતનાં કયાં શિખર સર નથી કરતા? કઈ ક્ષિતિજેમાં પ્રવેશ નથી કરી શકતા ?
દે દે..કૃપામય ! કૃપાનું એક જ કિરણ મને દે... પછી જોઈ લે મારે ઝપાટે.