________________
મુનિજીવનની બાળપોથી–૨
તેના સ્વજને અશરણ છે, રૂપરંગે મઢેલી કાયા અશુચિથી ભરપૂર છે વગેરે...
પછી મને પુણ્ય અને પાપકર્મોની સત્તા સમજાવા
લાગી.
પછી મને આત્મ-તત્ત્વનું ભાન થવા લાગ્યું. એની ત્રણ અવસ્થાએ મેં જાણું ઃ બહિરાત્મા, અન્તરાત્મા અને પરમાત્મા...
અને તે વખતે “પરમાત્મતત્વને મેં જાણ્યું. તેમાં જ મને મારા શુદ્ધ આત્મતત્વની ઝાંખી થઈ..
અરે... અરે.. આ શું ? ઉઘાડી આંખે મેં જગત જોયું તું.
મીંચેલી આંખે મને જગત્પતિ દેખાયા. મારે સચ્ચિદાનંદસ્વરૂપ આત્મા જોવા મળે.
જગતના કોઈ પણ આનંદની બધી જ ચરમ સીમાને ય વટાવી જતે આનંદ આ પળોમાં હું અનુભવવા લાગ્યું.
એના પુણ્યપ્રભાવે જ મને અપાર ચિત્તપ્રસન્નતા પ્રાપ્ત થઈ શરીરમાં શાતા ફરી વળી. ટૂંક સમયમાં હું નીરોગી બની ગયે.
અહા ! નવું જીવન ! નવી દષ્ટિ ! હવે મને પિલી મારી જાત ઉદ્ધત, ઉખલ, નપાવટ, નફફટ, નીચ શબ્દોથી નવાજવા જેવી લાગી. ખરેખર તે વખતે હું લગામ વિનાને માતેલે આખલે હતે. એથી પણ ભૂંડે હતે. ખતરનાક હતે.