________________
પY
મુનિજીવનની બાળપેથી–૨
આટલું ધ્યાનમાં લેવા જેવું (૧) કટક સાથે લઈને ગોચરી જવું:
કાંઈ પણ વહેરવા જતી વખતે એક કટકો (લુણું) સાથે લઈ જ જ. વહોરાવતી વખતે ગૃહસ્થના પ્રમાદાદિથી કઈ પણ ટીપું વગેરે જમીન ઉપર પડી જાય તે તરત આપણે જ લૂછી નાખવું જોઈએ. જે તે લૂછવાનું કામ ગૃહસ્થને સેંપીશું તે તેના કટકાથી તે લૂછશે અને તે કટકે કાચા પાણીથી ધોશે. એ બધી દોષ-પરંપરામાં મૂળ નિમિત્ત આપણે બનીશું; એટલે આપણને ઘણો કર્મબંધ થશે. આ આપત્તિમાંથી ઉગરવા માટે પોતાના કટકાથી પિતે જ લૂછી લેવું તે યેગ્ય છે.
એમાં જે ઘી જેવા દ્રવ્યને છાંટ વગેરે પડેલ હોય તે તે લૂછયા બાદ કશું ય વહેર્યા વિના નીકળી જવું જોઈએ.
આવા પશ્ચાતકર્મના દેવને લીધે જ આપણે કેળું છાલ સાથે રાખવા દઈને અડધું જ લઈએ છીએ. જેથી આખું ય ઉતરાવીને છાલ દૂર કરાવતા નથી, પરંતુ અડધું કેળું આખી છાલ આપણા નિમિત્તથી ઊતરે નહિ.
જ્યારે જમીન લૂછવી પડે ત્યારે તે કટકે પાતરા વગેરેને લૂછવામાં વપરાય નહિ એ તે સમજાય તેવી વાત છે.