________________
મુનિજીવનની બાળપોથી–૨
પટ
આ યાત્રા અને માત્રા છે; મુનિજીવનના ધબકતા શ્વાસ અને ઉચ્છવાસ. વિધિ અને નિષેધરૂપ જિનાજ્ઞાઓનું શક્તિ મુજબ પાલન અને જેનું પાલન ન થઈ શકે તેને કટ્ટર પક્ષપાત એ સંયમની યાત્રા છે. જેમ આપણું લક્ષ એકાતે મોક્ષ છે, તેમ આપણે પક્ષ એકાન્ત જિનાજ્ઞારૂપ જિનશાસન છે. પાલન કેટલું કરવું ? એમાં કાળ, સંઘયણું વગેરેની પણ કેટલીક વાર સહાયતાની જરૂર પડે છે, પરંતુ પક્ષપાતમાં તે કોઈની જરૂર નથી. માત્ર આપણું વિશિષ્ટ અધ્યવસાયની જરૂર છે. મહોપાધ્યાયજી જેવાએ પણ કહ્યું છે કે, “પાલનમાં અમે ઊણુ ઊતરીએ છીએ તે ય એ, ત્રિલેકગુરુ ! તારા પ્રવચન ઉપરની અમારી ભક્તિ તે રૂંવે રૂંવે ઠાંસી ઠાંસીને જ ભરી છે? અને અમને લાગે છે. કે એ પ્રવચનભક્તિ જ કદાચ અમારા સંસારસાગરને પાર ઉતારતી નાવડી બની રહેશે.
સંયમયાત્રાની પૂર્તિમાં “આહારની માત્રા જોઈશે. જ. જેઓ દવાની જેમ આહારની માત્રાને સમજતા નથી અને વધુ પડતા પ્રમાણમાં દૂધ વગેરે પદાર્થોનું સેવન કરે છે તેઓ ગમે તેટલું સુંદર સંયમજીવન જીવવાની ખ્વાહેશ ધરાવતા હોય પણ તેમાં તેઓ નિષ્ફળ જાય છે; કેમકે આહારને અતિગ અને મિથ્યાગ ત્યાં પથ્થરની શિલા પડીને ટકરાતે હોય છે.
રે પાણીની પણ માત્રા હોય છે એ વાતથી કેટલા. સુજ્ઞાત હશે ?