________________
મુનિજીવનની બાળપોથી–૨
૫૫
(૧૫) અત્યંત ન છૂટકે આધાકમાં દોષ :
ખાસ આપણને ઉદ્દેશીને બનાવેલી વસ્તુ તે આધાકર્મી કહેવાય. પછી તે ભેજન હોય કે વસતિ હેય.
આ વસ્તુને ઉપયોગ બને ત્યાં સુધી ન કર. શાસ્ત્રકાર પરમષિઓએ આ વસ્તુને ગાયના લોહી–માંસ બરોબર જણાવીને એના ઉપભેગની ત્યાજ્યતા સ્પષ્ટ કરી દીધી છે.
છતાં ક્યારેક ન છૂટકે – અસમાધિનું નિવારણ કરવા માટે – આધાકમી વસ્તુનું પણ સેવન કરવું પડે છે. એવા વખતે અંતરને ખૂબ બળતું-જલતું રાખવું.
જે આ રીતે આંતર પરિણતિની રક્ષા થઈ જશે તે અપવાદમાર્ગે સેવેલે તે દોષ આત્માનું અહિત કરવામાં સફળ નહિ થાય.
પણ જ્યારે ય આ દોષનું સેવન કરવું પડે ત્યારે તેમાં ગીતાર્થ ગુરુની આજ્ઞા પ્રાપ્ત કરવી; પિતાની જાતે - સત્તા હાથમાં લઈને – આ દોષની સેવ્યતા નક્કી કરી લેવાનું જોખમ કરવું નહિ.
ગોચરી લાવનાર મુનિ ગીતાર્થ હેય તે એટલા કુશળ હોય છે કે ગુર્વાજ્ઞાથી દોષિત વસ્તુ લાવીને પણ જે ગ્લાનને વસ્તુ આપવાની છે તેને ગંધ પણ આવવા ન દે તે વસ્તુ દેષિત છે.
ગ્લાન મુનિ સહજ રીતે મળેલી તે વસ્તુ વાપરે. જેથી તેના ચિત્ત–પરિણામને આંચકે ન આવે કે લાંબે ગાળે ધિટૂંઠ ન થઈ જાય. યાદ રાખજો કે આધાકીદેાષનું