________________
મુનિજીવનની બાળપોથી-૨
૪૭
ખાસ કરીને ગોચરી અંગેની વાતે દ્વારા ઘણે સમય વેડફાઈ જતે જોવા મળે છે. આ બાબતમાં ગંભીરપણે વિચારીને મોક્ષાભિલાષી સાધુ, સાધ્વીઓએ કઈ દઢ નિર્ણય કરી લેવું જોઈએ.
ખાલી પડી જતું મગજ (નવરાશને સમય) એ શેતાનનું કારખાનું છે એ અંગ્રેજી કહેવતને આપણે ક્યારે ય ન ભૂલીએ.
In
It
સંવેદન જોકે જેયું; મેં નકળંર ! કેઈ કારણવશ મુંબઈથી અદ્યતન હોસ્પિટલ જસલોકમાં જવાનું થયું. કામ પતાવીને પાછા ફરતાં પાછળથી કેકે બૂમ પાડી... “એ ગુરુજી ! ઊભા રહે.....અહીં પધારે....” હું તરત પાછો ફર્યો. એક સ્પેશિયલ રૂમમાં મને લઈ જવામાં આવ્યું.
ત્યાં એક બહેન હતાં. સાવ બળી ગયાં હતાં. માત્ર બાવીસ વર્ષની વય હતી. મૃત્યુ ઝપાટાબંધ નજીક આવી રહ્યું હતું. બહેન કાંઈક સ્વસ્થ હતાં. | મારુ મન શંકા-કુશંકાથી ઘેરાઈ ગયું. એ બળી ગઈ હશે ? કે એના પતિએ જ એને બાળી નાખી હશે ! કઈ બીજીના પ્રેમને લીધે તે...