________________
મુનિજીવનની બાળપોથી-૨
પર
માથાનું શુળ બને છે. જીવન પણ ઊભયનું આર્તધ્યાનમય. બની જાય છે.
બહેતર છે કે શિષ્ય ઓછા થાય; પરન્તુ મુનિજીવનની કઠોરતાની વાત – ભાર દઈને પણ કહેવી જોઈએ, જેથી આ જીવનમાં પ્રવેશ કરનાર વ્યક્તિ એટલું બરોબર સમજીને પ્રવેશ કરે કે પ્રતિકૂળતાઓ અને ઈચ્છાનિરોધને જ મારે મારા શ્વાસ–પ્રાણું બનાવવાના છે. જ્યાં સુધી એ ધબકતા રહેશે ત્યાં સુધી જ મારું મુનિપણું જીવશે.
સવાલ (૯) : શું તપ કરવે જ જોઈએ? સ્વાધ્યાય. કે વડીલસેવા વધુ કરીએ તો ન ચાલે ?
જવાબ: મેક્ષ પામવા માટે અસંખ્ય વેગે છે. કેઈ એક યુગમાં નિષ્ણાતપણું (માસ્ટરી) મેળવવા સાથે શેષ સર્વ ને અને તેના આરાધકને કોટિ કોટિ હાર્દિક વંદન કઈ આત્મા કરે છે તેમાં શું વાંધો ? કે સ્વાધ્યાયમાં, તે કેઈ ગ્લાનાદિની સેવામાં; તે કોઈ તપ તે કઈ પરાર્થકરણમાં નિષ્ણાતપણું મેળવે. હા... શેષ બીજા ને પ્રત્યે તેના હૈયે લેશ પણ ઉપેક્ષા ન જોઈએ. તેના આરાધકો પ્રત્યે ભારોભાર આદર જોઈએ.
પરંતુ એક વાત જણાવી દઉં કે તપ એ તપ જ છે; એ આપણા જીવનને સંરક્ષક સિપાઈ છે. સ્વાધ્યાય, વ્યાખ્યાન વગેરે સાથે જે તપ ભળે તે વાસનાના તેફાનને
ક્યારે ય ભય ન રહે. અન્યથા આ ભીતિ સતત ઊભી રહે ખરી.