________________
૪૮
મુનિજીવનની બાળપોથી–૨
ત્યાં એક આધેડ વયની સ્ત્રી મારી પાસે આવી. પ્રસકે ધ્રુસકે રડવા લાગી. એ પેલી અભાગણી સ્ત્રીની માતા હતાં. એ માતાનું આ એકનું એક પેટનું સંતાન હતું. દીકરી ઉપર ભારે વહાલ હતું. લાડકોડથી ઉછેરીને સાસરે વળાવી'તી... ત્યાં બે જ વર્ષમાં સંસાર સમેટાઈ ગયે. પતિ અને સાસુએ ભેગાં થઈને આ અબળાને ફૂંકી નાખી હતી.
માંગલિક સંભળાવવા સિવાય મારા ય કઈ હેશ રહ્યા ન હતા. કર્મની વિષમતાને વિસાર, ઊંડા નિસાસા નાખતે હું બહાર નીકળી ગયે.
થોડોક આગળ વધે. બીજી બૂમ પડી. વળી પાછો કેક સ્પેશિયલ રૂમમાં દાખલ થયે !
જલદરથી પીડાતે ત્રીસ વર્ષને એક યુવાન છેલા શ્વાસ લઈ રહ્યો હતે. સાવ બેભાન હતે. ખૂણામાં એની યુવાન પત્ની બે માસુમ બાળકોને લઈને ઊભી હતી ? સૂનમૂન ! અવાચક્ ! આઘાતભરપૂર ! એના ભાવીને પંથ તરફ એની નજર હતી. એનું સહાગણુ–સ્વપ્ન રોળાઈ ગયાને નિર્ણય મક્કમ હેયે એ કરી ચૂકી હતી.
એના સગા ભાઈ પાસેથી જાણવા મળ્યું કે પુષ્કળ દારૂ અને બેફામ દુરાચારને કારણે એના બનેવીએ જીવન અકાળે પૂરું કરી નાખ્યું હતું. ખેર....આજે એ બનેવી પણ પ્રાણથી છૂટશે અને સાથે સાથે એની બહેન પણ પતિની છૂટ્ટા હાથની મારપીટ અને ગાળાગાળીમાંથી છુટકારો પામશે !