________________
મુનિજીવનની બાળપોથી–સ
કરતાં એની સફળતાને મૂળ-મંત્ર એક જ લાગે છે,
પ્રતિકૂળતા એ જ મારું જીવન છે.” આમેય જેટલી અનુકૂળતા, સગવડ, પુણ્યદયની પ્રાપ્તિ તેટલી પતનની વધુ શક્યતા. જેટલી પ્રતિકૂળતા, અગવડ, કષ્ટની પ્રાપ્તિ તેટલી ઉત્થાનની વધુ શક્યતા લાગે છે. વિશ્વમાં ય આવું જ દેખાઈ રહ્યું છે. ત્રિલોકગુરુ શાસનપતિ પ્રભુ-વીર કર્મને ક્ષય કરવા માટે વધુ પ્રતિકૂળતાને જરૂરી સમજીને અનાર્ય દેશોમાં પધાર્યા હતા. મહાપુરુષોએ પ્રતિકૂળતાને કઈ દિવસ અવગણ નથી કે તેનાથી તેઓ ભાગી છૂટ્યા નથી.
વર્તમાનકાલીન મુનિજીવનમાં જે કાંઈક પણ અનિછનીય ખળભળાટ જોવા મળે છે તેના મૂળમાં અનુકૂળતાનું અથી પણું અને પ્રતિકૂળતાનું શ્રેષીપણું લાગે છે.
દીક્ષા લેતા પહેલાં જ મુમુક્ષુ વ્યક્તિને કર્મગ્રન્થાદિને અભ્યાસ કરાવવાની સાથે પ્રતિકૂળતાના અથીપણાને મહિમા અને તેને જ ભાવી જીવનમાં ભારેભાર ખપ જે સારી રીતે સમજાવી દેવામાં આવે તે ગુર્નાદિના કઠેર વચનાદિથી ભડકી જઈને મુનિજીવનથી ઊભાગી જવાના, નાસી જવાના કે મારી મારીને ત્યાં જ જીવન પૂરું કરી નાંખવાના જે થોડાક પણ પ્રસંગે બને છે તે પ્રસંગે કદી ન બને.
પણ ખેદની વાત એ છે કે ગુરુમાં પડેલું શિષ્યનું લાલચુપણું ક્યારેક મુનિજીવનની ભરપૂર સુખ, સગવડે અને અનુકૂળતાઓની જૂઠી જૂઠી લાલચે રજૂ કરી દેવામાં આવે છે. આથી એક શિષ્ય વધે છે પરંતુ પછી તે એ