________________
૪૨
મુનિજીવનની બાળપોથી-૨
રામાં વિહાર કરે છે તે ખૂબ જ અનુચિત છે. આ રીતે સાંજે સધ્યા–સમય પછી અંધારું થઈ જાય ત્યાં સુધી વિહાર કરતા રહે તે ય તદ્દન અનુચિત છે.
ખરેખર તે કામળીને કાળ થયો એટલે વસતિની બહાર નીકળવું તે જ ઉચિત ન ગણાય.
આપણે આ મર્યાદાઓને કમ સે કમ સમજી તે લેવી જ રહી. જેથી અવિધિ સેવતી વખતે પણ તેને જોરદાર ડંખ તે રહે જ; હૈયું ધિઠ બનીને ચીકણું કર્મો તે. ન જ બાંધે. | દોષ સેવાય તે પણ કાળ, જમાને વગેરેના નામે દેષને બચાવ કરવાનું સૌથી હીચકારું પાપ તે આપણે કદી ન કરીએ. (૧૩) બીજા પામી જાય તેવી ગોચરી:
વ્યાખ્યાનકાર ગીતાર્થ મુનિ વ્યાખ્યાન દ્વારા બીજા જીવેને જેટલું પમાડી શકે તેનાથી ઘણું વધુ ગોચરી લાવ. નાર સાધુ કે સાધ્વી પમાડી શકે. પણ તે માટે તેઓ ગીતાર્થ કે ગીતાર્થ નિશ્ચિત હવા જ જઈએ. આથી જ ગોચરી તેમને જ મોકલવાનું જણાવાયું છે.
ગોચરી વહોરવાની રીત, વહેરવાના પદાર્થને લેવામાં મર્યાદા, માપ....આસપાસનું વાતાવરણ, તે ઘરની જરૂરિયાત વગેરે બધું વિચારીને જ વસ્તુ વહેરાય. રે ! એક વાર વસ્તુની જરૂર હોય તે પણ જે તેને ત્યાગવાથી – નહિ વહરવાથી – ત્યાં ઊભેલે યુવાન કે યુવતી જૈન સાધુ-સંસ્થા.