________________
મુનિજીવનની બાળપેથી-૨
સવાલો અને જવાબો
સવાલ (૫) શિષ્ય ગુરુની વાત ન જ માને તે શું કરવું ?
જવાબ : જો આવું બનતું જ હોય તે ગુરુએ આત્મનિરીક્ષણ કરવું અને જેવું કે તેમણે પોતાના ગુરુની વાતે માની હતી ખરી? જે ના. તે જવાબ જડી ગયે. જે હા....તે એ વિચારવું કે જે વાત શિષ્ય પાસે કરાવવી છે તે પિતે કરે છે ખરા? જે પિતે ન કરતા હોય તે પિતે તે આચરણ શરૂ કરવું એટલે તરત શિષ્ય પણું તેમ કરવા લાગશે.
છતાં ય જે શિષ્ય સાનુકૂળ ન બને તે તેમને વાત્સલ્યપૂર્ણ શબ્દોથી હિતશિક્ષા આપવી. જરૂર પડે તે છેલ્લે ઠપકાની ભાષામાં પણ થોડુંક કહી શકાય. આચારાંગ સૂત્રમાં રાજા દ્વારા શિષ્ય ઉપર ધાક બેસાડાવીને ગુરુએ શિષ્યને સીધે કરી દીધાને પ્રસંગ પણ આવે છે.
શિષ્ય ઉછુંબલ બની જાય; આમન્યામાં ન રહે તે તેનાથી કયારેક ઘણું મોટાં અહિત થવા સંભવે છે. કયારેક મોટી શાસનહીલના પણ થઈ જવા પામે. આવી સ્થિતિમાં નવા શિખ્યા કરવાનું બંધ કરવું જરૂરી લાગે છે, જેથી જુના શિષ્યોનાં તેફાન નવા સાધુમાં ન પ્રવેશે.
વિસ્તાર તો બગીચાને કરાય; ઉકરડાને કદાપિ નહિ.