________________
મુનિજીવનની બાળપોથી-૨
૩૫
સંવેદન
પકડી લે; ઓલા માંચડાને આષાઢી વીજળી ઝબૂકી રહી છે. ભયાનક કડાકા ગજવતી ભીષણતા ફેલાવી રહી છે. થેડી વારે વારે ખાંગે મેઘલા તૂટી પડયા. બપોરને સમય છતાં ચેરફેર અંધારું જામવા લાગ્યું. સાગરમાં પાણી ચડવા લાગ્યાં. થેડી વારમાં ઘોડાપૂર ધસમસ્યાં. ભયની સાયરન વાગવા લાગી. પણ તે પહેલાં તે સાબરે પિતાની બાથમાં કેટલાં ય ઝૂંપડાંને ‘ઉપાડી લીધાં હતાં. કુતૂહલી લેકે ટોળે વળીને દૂર દૂરથી સાબરના ઘોડાપૂરની કુદરતી લીલાને આછા અજવાળે નીરખી રહ્યા હતા.
તણાતાં વૃક્ષે, ચીસો પાડતાં કૂતરાં વગેરે પશુઓ, કઈ લાકડાને વળગીને તણાતી અબળા બધું ય ધસમસતા વેગમાં વેગથી પસાર થતું હતું. જીવસટોસટના ખેલ ખેલતા જીને જોવામાં ય કુતૂહલી લેકે આશ્ચર્ય, આનંદ અને નિઃસ્તબ્ધતાનો અનુભવ કરતા હતા.
પણ અમાવસ્યાની અંધારી રાતે ય ચમકતી વીજળીની કેર તો અજવાળી જ હોય છે તેવું એક દશ્ય કુદરતે અહીં સર્યું હતું. લગભગ કિનારા ઉપર રહેલે એક વડલે અડીખમ ઊભું હતું. પાણીની થાપટો એને ધરતી ઉપર ઢાળી શકી ન હતી. લોખંડી પાટાઓને વાળી નાંખનારા, મોટાં તેતિ ગ મકાનને ઢાળી દેનારા પૂરમાં આ વડલે પણ પ્રશ્ન હતો. શે અડીખમ રહી ગયે ? એ સહુના લમણે ઝીંકાતે દાતરડા જે એ ઊભું હતું અને કેટલાકના જાન બચાવતે ય હતે એ પરમ સુખદ આશ્ચર્ય હતું.