________________
૨૪
મુનિજીવનની બાળથી–૨
સવાલ (૭) : વડીલ ગુર્વાદિની પ્રકૃતિ ખરેખર વિષમ હેય તે શું કરવું ?
જવાબ: ચંડરૂદ્રાચાર્યજી કેવી વિષમ પ્રકૃતિ ધરાવતા હતા? છતાં તેમના શિષ્ય કુલવટ દાખવી તે તેમને કેવલ્ય પ્રાપ્ત થયું.
- જે વડીલ ગુર્નાદિ પાંચ મહાવ્રતના અચ્છા આરાધક હોય અને જિનાજ્ઞાન પૂરેપૂરા – કટ્ટર – ચાહક હોય તે તેમની પ્રકૃતિની ક્રોધ વગેરે વિષમતાઓને શિષ્ય સહન કરી લેવી તે જ શિષ્યની ખાનદાની છે. દીક્ષા દઈને જે ગુર્વાદિ વડીલે સંસારસાગરમાં ડૂબતા ઉગાર્યા છે એ એક જ ઉપકાર એવડે મોટો છે કે તેની સામે તેમની પ્રકૃતિની વિષમતા એ કઈ એવી મોટી વાત નથી કે જે તેમને ત્યાગાદિ કરાવવા સુધી આપણને લઈ જાય ! સંસારમાં તે સ્ત્રી જ ખાનદાન અને કુલપ્રસૂતા કહેવાય છે જેને સાસરે ધી પતિ મળે તે ય તેની સેવામાં પરાયણ બનીને જીવન જીવે છે. આવી સ્ત્રીનું દષ્ટાન્ત લઈને સ્વકીય જીવન જીવવાની કેશિશ કરવી જોઈએ.
વડીલનાં કડવાં વેણથી અકળાઈ જાય તે શિષ્ય કહેવાને લાયક જ નથી. સંગરંગશાળામાં કહ્યું છે કે, “ધિકાર છે, તે શિષ્યને જેને કડવાં વચન કહેતાં ગુરુને ખંચકાટ થાય છે.”
વિષમ પ્રકૃતિને આપણે સહન કરે પ્રકૃતિને ય ફરવું જ પડશે. વિષમ મટીને સમ થવું જ પડશે. પણ તે માટે પણ અધીરા ન થઈએ. ધીરજ ધરીને–ફલાશંસા રાખ્યા વિના બસ....ગુરુસેવા કર્યા જ કરવી.