________________
મુનિજીવનની બાળપોથી–૨
અગ્યને દીક્ષા આપી દેવાની ગુરુની ભૂલનું આ પરિણામ તે નહિ હેય ને? એકાદ પણ અગ્ય વ્યક્તિને ગ્રુપમાં પ્રવેશ થાય તે આખા ગ્રુપનાં સુખશાન્તિ અને આત્મહિત ઠેબે ચડી જતાં હોય છે. હાથે કરીને પિટ ચેળીને શૂળ ઊભું કર્યા જેવી આ વાત નથી ?
સવાલ (૬) : તપ ન જ થાય છે? શાન ન જ ચડે તે? વડીલેની ભક્તિ ન જ થાય છે ?
જવાબ : કોઈ શારીરિકાદિ ખાસ કારણોસર તપ ન જ થાય છે તેથી નિરાશ ન થઈ જવું. તેવી વ્યક્તિએ વધુમાં વધુ ત્યાગ કરે, નવકારશી કરવી પડે તે દૂધમાં સાકર ન નંખાવવી, ખાખરે લુખે જ લે. બેની જરૂર હોય તે એકથી જ ચલાવી લેવું. આવું દરેક બાબતમાં ત્યાગનું વિશિષ્ટ જીવન જીવી શકાય.
એ જ રીતે વધુ ગાથાઓ ભલે ન ચડે – કંઠસ્થ ન થાય – પણ તે ય ગોખવાને ઉદ્યમ તે કરે જ. રોજ ત્રણચાર કલાક તે ગોખવું જ. આનાથી જ્ઞાનાવરણીયાદિ કર્મને જોરદાર સોપશમ થશે. આ ભવે નહિ તે આવતા ભવે સીધું કેવળજ્ઞાન પણ મળી જશે.
એ જ રીતે ગ્લાનતા આદિ કારણે ગુર્વાદિ વડીલેની સેવા ન થઈ શકતી હોય તે તેમના પ્રત્યે ભારોભાર બહુમાનભાવ તે રાખવે જ. “મારા ગુરુ” એ જ૫ શ્વાસે શ્વાસે ચાલતું રહે, રૂંવે રૂંવે તેમના દર્શનાદિને આનંદ પ્રસરતો રહે તે કાંઈ નાની-સૂની આરાધના નથી.