________________
મુનિજીવનની બાળપોથી–૨
૨૯
છલકાયેલા નેહપરિણામની ગાઢ અસરથી પરિપ્લાવિત બની ગયું હતું. જાત્યવૈરી પશુઓ પિતાના વૈરભાવને ત્યાગ કરીને નેહપરિણામથી ઊભરાઈ ગયા હતા. રે ! એટલું તે હજી બીજા કેઈ રમણ મહર્ષિ આદિમાં ય જોવા મળશે; પણ અહીં તો ઘટના ખૂબ આગળ વધી હતી. એ પશુ યોનિના અનેક જીવે આ “વિશ્વામિત્ર' મુનિના સાનિધ્યથી સમ્યક્ત્વ અને દેશવિરતિને પરિણામ પામ્યા હતા. કેટલાકને જાતિસ્મરણજ્ઞાન થયું હતું. તેમાંના કેટલાક તપ કરવા લાગ્યા હતા; કેટલાક જીવનનો મોટો ભાગ કાર્યોત્સર્ગમાં રહેતા હતા. આવાં દશ્ય જોઈને ત્યાં પધારેલા પાંડવમુનિઓ સ્તબ્ધ બની ગયા હતા.
જે મુનિવ્રતસ્વામીજી ઘોડાને ય નેહપરિણામથી નવડાવતા હેય; જે પ્રભુ-વીર શાળા અને ચંડકેશિયાને પણ ક્રમશઃ ૪થા પમા ગુણસ્થાને વહાલથી ચડાવીને દેવકની ઊંચી ગતિના રસ્તે વળાવતા હોય તે આજની દુનિયાના આપણે – ધર્મભેદ, પક્ષભેદ, ગ૭ભેદ કે કેમભેદ ધરાવતા જીવોને વહાલથી કેમ સત્કારી ન શકીએ ? રે ! આપણને આપણું જ ધર્મના, પક્ષના, ગચ્છના સાધર્મિકે પ્રત્યે તિરસ્કાર કેમ પેદા થઈ શકે !
અરે ! અરે ! રાત ને દી સેવા કરતા શિષ્ય ઉપર નફરતને ભાવ શા માટે પેદા થાય છે.
જેમને અધ્યાત્મ—ગીતામાં સિદ્ધભગવંતના સાધર્મિક કહેવામાં આવ્યા છે એ વિશ્વમાત્રના સર્વ જીવેમાંના