________________
૨૮
મુનિજીવનની બાળપોથી-૨
જાય છે! રડતું મન બેલી ઊઠે છે કે શું આ રીતે આ ત્યાગી જાતનું કે જગત્નું કલ્યાણ કરી શકશે ?
આગથી દાઝેલે પાણીમાં જાય; અને પાણીમાં જ આગ પેદા થાય તે પછી જવું ક્યાં ?
મહેપાધ્યાયજીએ સાચા સંસારત્યાગીનાં જે લક્ષણે અધ્યાત્મસાર ગ્રન્થમાં બતાવ્યાં છે તેમાં કહ્યું છે કે, “સાચો -ત્યાગી, વિરાગી આત્મા પારકાના દોષની બાબતમાં મૂળે, બહેરે અને આંધળે હોય. એ એ બનીને જ પિતાની અંદર પલાંઠી મારીને નિરાંતે બેસી શકે અને આત્માના અનંત દેષ-શલ્યનું સૂક્ષમતાથી અને પૂરી શાનિતથી દર્શન કરીને તેનું ઉમૂલન કરી શકે.
પરાયા દેના દર્શનના રગડા કેટલા અને તેમાં અશાતિ કેટલી બધી ? આ આત્મા સ્વદોષદર્શન માટે સમય જ ક્યાં મેળવી શકે?
સ્વદેવદર્શન કરે છે, તે ગીતાર્થ ગુરુ પાસે એનું આત્મનિવેદન (આલેચના-ભવાચના) કર્યા વિના રહી -શક્તિ નથી. એનું જે તપ વગેરે સ્વરૂપ પ્રાયશ્ચિત્ત મેળવે છે તેને જલદીથી વહન કર્યા વિના ટકી શક્તા પણ નથી. એવા પ્રાયશ્ચિત્તની પ્રત્યેક પળે એની આંખે જોધાર આંસુએ રડતી રહે છે. જીવનને કેવી રીતે પાયમાલ કરી નાખ્યું? તેનાં સંવેદનથી તે હરેક પળે કંપી ઊઠે છે! ધન્ય છે; આવા સ્વદેષને જ જોનારા અને પરદોષ પ્રતિ મૂક, અલ્પ અને બહેરા બની ગયેલા આત્માને ! કેટિ કોટિ વંદન એનાં ચરણેમાં !