________________
૨૪
મુનિજની બાળથી–૨
પણ આ બધું કાંઈ મારા હાથમાં થોડું જ છે? મેત કયા રેગ વડે કયા પ્રકાર વડે આવી ભેટશે તેની શી ખબર?
તે મારે આજથી જ બધી તૈયારી પેલા બંબાવાળાની જેમ – બેલ વાગે કે દોડવા જ લાગવાનું – કરી રાખવી પડે. સદ્દગુરુની સામે વિધિવત્ પ્રાયશ્ચિત્ત, સર્વ સાથે ક્ષમાપના અને તીર્થયાત્રાદિ દ્વારા પરમેષ્ઠિ-વંદના ! બધું જ કરીને તૈયાર થવાનું.
તે પછી જે કાંઈ નાની નાની ભૂલ થાય તેના નિવારણ માટે હું ત્રણ પદને પાઠ કરીશ, તેનું ભાવપૂર્વક અર્થ ચિંતન કરીશ. તેના અર્થોને ભાવથી સ્પશીશ. આથી સર્વ પાપ-પ્રાયશ્ચિત્ત, વેર-વિસર્જન અને વંદના બની રહે. પછી કદાચ છેલે સમયે ગુરુ સામે, આ બધું ન કરી શકું તે ય ત્રણ પદોના પાઠથી મારી જાતે હું તે કરી શકીશ.
આજથી જ ત્રણ પદને જપ – અજપાજપ જ – શરૂ કરું છું.
ખામેમિ, મિચ્છામિ અને વંદામિ. હું સર્વ જીવને ખમાવું છું. ખામેમિ સવ્ય જીવે. હું મારાં સઘળાં પાપનું મિચ્છામિ દુક્કડં” દઉં છું. હું-મિચ્છામિ દુક્કડં. | હુ અનંતાનંત પાંચે ય પરમેષ્ઠિ ભગવંતને (અને શેષ સર્વ વંદનીયને) વંદના કરું છું.
–વંદામિ જિણે ચઉવસં. મૃત્યુની છેલ્લી પળોમાં કદાચ મેત ઉતાવળે આવતું હશે તે હું બધાં પદ અને બધું અર્થ ચિન્તન કદાચ નહિ પણ કરી શકું તે ય તે વખતે તેના સારરૂપે જ મારાં આ ત્રણ પદના ઉચ્ચાર હશે ? ખામેમિ, મિચ્છામિ, વંદામિ.