________________
૨૨
મુનિજીવનની બાળપેથી-૨
તમે બીજાને જીવન આપે તે જીવન પામે; મેત આપે તે મેત પામે ત્રાસ આપે તે ત્રાસ અને અશાતા આપિ તે અશાતા પામે.
મુનિ જીવનમાં ઘણી બધી બાબતે તપ, ત્યાગ, વ્રત જપ વગેરેમાં આશ્ચર્યજનક પ્રગતિ કરી શકાય છે એ સર્વમાન્ય હકીકત છે. પરંતુ આ જીવનમાં જેઓ વડપણ પામવાની સાથે; પદ પામવાની સાથે કે મેટા તપસ્વી, વિદ્વાન કે વ્યાખ્યાતા વગેરે થવાની સાથે – કોઈ પણ ગુવાદિની અવિધિ, આશાતનાના પ્રભાવે-નિંદા, કુથલીના કુસંસ્કારોને ભંગ બની જાય છે તેઓ તે નિંદાદિના પાપે જ ચિત્તથી અશાન બને છે. બીજાઓને ધિકકારનારા, તિરસ્કારનારા, સતત ટીકા-ટિપ્પણ કરનારા; છેવટે ઘડપણમાં રેગાદિથી. પણ અશાન્ત અને અસ્વસ્થ બનીને રહે છે. ચિત્તની અશાન્તિનું મૂળ પોતાની અંદર જ પડયું હોવા છતાં તેને ખ્યાલ આછા અચ્છા વડેરાઓને કે વિદ્વાનેને પણ આવતું નથી એ મોટા ખેદની વાત છે.
જે ચિત્તશાન્તિ પામવી જ હોય છે જેના જે ગુણને જેટલા અંશમાં વિકાસ થઈ રહ્યો છે તેની અનુમેદના કે ગ્ય પ્રશંસા કરીને તેના તરફ સદ્ભાવ વ્યક્ત કરે. આની સાથે તમારું દેષદર્શન પણ પ્રગટ કરો. આથી તમારી પૂર્વે કરેલી નિન્દાની પાપશુદ્ધિ થશે અને સામી વ્યક્તિઓ તમારી પ્રશંસા પામીને જે ચિત્તશાતિ વગેરે પામશે તે તમને પણ મળીને જ રહેશે.