________________
મુનિજીવનની બાળપોથી-૨
૧૧
પ્રત્યેક વર્ષ આ વાસનાઓની પાછળ પાયમાલ થવા લાગ્યા છે....મને કઈ બચાવે..મારા આ વાસના-પિંડને કોઈ ઓગાળી નાખે, વાસના-પિંડમય મને કઈ ગાળી નાંખો.
આવી કેઈ અંતરની ઊંડી વેદનાભરી ચીસ ઉપર ચીસ એક દી મારો આતમ નાખી રહ્યો હતો ત્યારે એકાએક સદ્ભાગ્યે મારા હાથમાં એક પાનું આવી ગયું. તેમાં મેં વાંચ્યું. “માં ગાલયતિ ઇતિ મંગલમ” જે મને (વાસનાપિંડમય મને ગાળી નાખે તે મંગલ છે. મારા મનમાં સવાલ જાગે કે, તે કેણ છે જે મંગલ છે? મારે એની તાત્કાલિક જરૂર છે. મને મંગલ પદાર્થ દેખાડે.”
મારી જિજ્ઞાસાને લીધે જ, તેને સંતેષતે એક આર્ષપાઠ મારી પાસે આવીને પડ્યો, તેમાં લખ્યું હતું, “ગુરુકૃપા. હિ કેવલં, શિષ્ય પરં મંગલં.”
જે શિષ્ય બન્યું તેના માટે તે ગુરુકૃપા-એક માત્ર ગુરુકૃપા જ મંગલ છે. કાંટાળા અને કંકરછાયા મુક્તિના ઘંથે મંગલ વિના તે કદી ન ચાલી શકે. પણ તે. મંગલ કોણ ? ગુરુકૃપા...
આજ સુધી ઘણું મંગલો કર્યા પણ આ મહરવનું મંગલ જ નજર બહાર ગયું. ઊલટી ગુરુકૃપાની જીવનવિકાસમાં બિનજરૂરિયાત કલ્પી; અથવા તો તેની તાત્વિક ચર્ચા કરીને નિશ્ચય કર્યો કે આ ગુરુકૃપાની વાત આ માત્રા શ્રદ્ધેય અને કાલ્પનિક તત્વ છે, નમ્રતાને કેળવવા માટેની આ કલપના છે, પણ વાસ્તવિક કે પદાર્થ નથી.