________________
૧૬
મુનિજીવનની બાળપોથી-
હાઈકોર્ટ જેવા છે. જ્યારે દેહ નામનું જડ તત્વ સુપ્રીમ કે જેવું છે. જે સુપ્રીમમાં હારી ગયે તે બધી કેર્ટોમાં જી હોય તે પણ હારી જ ગયે !
ઠંડું પાછું, અનુકૂળ ઉપાશ્રય વગેરે અપેક્ષાઓ આપણું દેહાધ્યાસની તીવ્રતાની સાક્ષીરૂપ છે. આપણે તેને તોડવી જ રહે. “ગમે તે અવસ્થામાં મારે ચાલશે, મને ફાવશે.” એવા શબ્દો સહજ રીતે આપણું મેંમાંથી નીકળશે તે આપણે ધન્યાતિધન્ય દિવસ હશે.
કેવા હતા, તે પિતા-પુત્ર મુનિ ! કીર્તિધર અને સુકેશલ! તેમના દેહને ક્રમશઃ વૈરિણી વાઘણુ ખાવા લાગી છતાં ચૂં કે ચાં નહિ ?
કેવાં હશે, તે ખંધક-મુનિ જેમની ચામડીઓ ઊતરડાવાને પ્રસંગ આવ્યું તે વખતે મારાઓને તેમણે કહ્યું કે, “તમે કહે તે રીતે હું ઊભો રહું, જેથી તમારા કામમાં તમને લેશ પણ દુઃખ ન પડે!”
કેવા હશે તે દશપૂર્વધર વાસ્વામીજી મહારાજના બાળ મુનિ ! જેમને અનશન કરતાં ગુરુએ વાર્યા અને પાછા મેકલ્યા; તે પાછલી બાજુએથી આવી જઈને કેઈ ન દેખે તેમ ધગધગતી પથ્થરની એક શિલા ઉપર સૂઈ જઈને અનશન લગાવી દીધું ? થેડી જ પળમાં જેમને દેહ મીણની જેમ ઓગળી ગયા !
જેમની વાત સાંભળતાં ય રુવાંડાં કંપે છે તે મહાપુરુષને કટિ કેટિ વંદન !
કયારે આપણે આ દેહાધ્યાસ-ત્યાગ સર કદીશું ?