________________
મુનિજી વનની બાળપોથી-૨
૧૫
લેવી જોઈએ. શાસ્ત્રકાર પરમર્ષિએ એક જગાએ કહ્યું છે કે, “સુખી અવસ્થામાં કરેલે નવકાર જપ વગેરે ધર્મ મૃત્યુ કે રોગની દુઃખી અવસ્થામાં શરણભૂત થતું નથી માટે દુઃખી અવસ્થામાં – હાથે કરીને દુઃખ પેદા કરીને તેમાં – ધર્મ કરે જેથી તે અભ્યાસ પડી જતાં મૃત્યુની કે રેગાદિની પીડા વખતે પણ તે ધર્મ સભાનપણે આરાધી શકાય.”
જેઓ દેહના ખૂબ સુખશીલ હશે તેઓ દેહના છેલ્લા શ્વાસાદિના સમયમાં પરમેષ્ઠિ–ભગવંતેનું સ્મરણ શી રીતે કરી શકશે ?
જે અંત સમય (સામાન્યતઃ રેગાદિના દુખવાળો) સુધાર હોય; અને તેના દ્વારા સારી ગતિ પામવી હોય તે જીવનકાળમાં દેહની સુખશીલતાને તિલાંજલિ આપવી પડશે. હાથે કરીને ડાંસ-મચ્છરના ચટકાનાં, શિયાળાની અતિ ઠંડીનાં કે ઉનાળાની અતિ ગરમીનાં દુઃખેને વહેરવાં પડશે. જાણી જોઈને અન્ત પ્રાન્ત આહાર કરે પડશે.
આપણે આરાધે તપ સાચે– શાસ્ત્રીય – છે કે નહિ તેની પારાશીશી આ છે કે તે તપ વડે દેહની સુખશીલતાને આપણે ઠીક ઠીક દૂર કરી શક્યા છીએ કે નહિ !
આપણા આત્માની સૌથી નજદીકમાં દેખીતી રીતે આપણે દેહ છે, એની સાથે આપણા આત્માને એકરસીભાવ છે. જે આ જડ તત્વ સાથે આપણે રાગ-સંબંધ તૂટો ન હોય તે મીઠાઈ, ફૈટ, મે, વિગઈઓ વગેરે સાથેના રાગ-સંબંધ તોડી નાખ્યા હોય તો ય તેને ઝાઝે અર્થ ન રહે. કેમકે તે બધા જડ પુદ્ગલે સેશન્સ કોર્ટ,