________________
પાઠ : ૨
દેહાદયાસ-ત્યાગ
સાચે ધર્મારંભ થાય છે, આ ત્રિપુટીથીઃ જિનાજ્ઞાપાલન કે પક્ષપૂર્વકને દેહાધ્યાસ ત્યાગ, સ્વદેષદર્શન અને સર્વજીવ હિતપરિણામ.
અહીં આપણે દેહાધ્યાસ-ત્યાગ અંગે વિચારીશું. યદ્યપિ આહારની સંજ્ઞા અને આહારના પદાર્થોને રસ આ દેહાધ્યાસના ઉજકે છે તે પણ ક્યારેક આ સંજ્ઞા અને રસ ઓછા થઈ ગયા બાદ પણ દેહાધ્યાસ જીવતે રહી ગયેલું જોવા મળી જાય છે.
દેહાધ્યાસને આપણું સ્થૂલ અર્થમાં વિચારીએ તે દેહમાં વિશેષતઃ આત્મબુદ્ધિ તેથી નીપજતું દેહનું લાલનપાલન, દેહની સુખશીલતા.
તપસ્વીએ પણ ક્યારેક દેહની સુખશીલતાના પક્ષમાં જોવા મળે છે. શરીર સાચવીને તપ કરવામાં, વ્યાખ્યાન દેવામાં કે વિહાર કરવામાં આ સત્યને સાક્ષાત્કાર કરવા મળશે.
આ બહુ જ ગંભીર હોનારતને ખેંચી લાવનારી બીન હોવાથી સંસારત્યાગીઓએ આ વાત બરોબર સમજી