________________
મુનિજીવનની બાળપાથી–૨
આટલું ધ્યાનમાં લેવા જેવુ
[૧] અને ત્યાં સુધી એકાન્તમાં ન એસયુ :
જેમ એકાન્તમાં બેસવાથી એકાગ્રતા વગેરે પામવાના લાભે છે તેમ તેનાં કેટલાંક નુકસાન પણ છે. જો કાઈ વ્યક્તિને લાભ પામવા જતાં નુકસાન વધુ થતુ જણાય તે તે વ્યક્તિએ એકાન્તમાં આસન તે ન જ રાખવું પરન્તુ સ્વાધ્યાયાદિ પણ કરવા બેસવુ ન જોઇએ.
એણે તે જાહેર હાલમાં, પેાતાના ગુરુદેવની નજરમાં જ બેસવુ' અને ત્યાં જ સ્વાધ્યાયાદિ કરવા. બેશક, હાલમાં અનેક લેાકેાની વનાદિ માટે આવન-જાવન રહેતી હાય છે. પણ દીવાલ તરફ માં રાખીને બેસી જવાથી એ આવનજાવનના કેાઈ વિક્ષેપ પડશે નહિ. છતાં ય ‘અવાજ' વગેરે પ્રશ્નો નડતા હાય તા ય એકાન્તને પક્ષ સેવવા નહિ. મેાટા નુકસાનથી ખચવા માટે નાના નુકસાનને વધાવી લેવુ' જ રહ્યુ. [૨] શ્લેષ્મ, શૂક, મેલ વગેરેને ઘસી નાખવા
થૂંકદાનીમાં કે રસ્તા ઉપર પડેલી ધૂળમાં જો કયારેક શ્લેષ્મ, થૂક કે નખના મેલ વગેરે નાંખવા પડે તે તેને તે ધૂળ કે રાખ વગેરેમાં ખરેખર ઘસી નાખવાં જોઈએ. જેથી તેમાં મૂળ વગેરે ખરાખર મળી જાય. જો આમ ન થાય તે બે ઘડી ઉપરના સમય પસાર થતાં તે વસ્તુમાં સમૂચ્છિમ જીવોની ઉત્પત્તિ થઈ જાય.