________________
મુનિજીવનની બાળપોથી–૨
*
પણ ઉપવાસી બનીને પરમાત્મા શ્રી આદિનાથની જેમ તેર મહિનાના ઉપવાસને લાભ મેળવે છે. બાકીના તપ તે તપ-ધર્મની હાંસી કરાવનારા બની જાય છે.
જે વિગઈઓ શત્રુનું ઘર છે; તે આયંબિલ એ મિત્રનું ઘર છે અને ઉપવાસ એ પિતાનું માલિકીનું ઘર છે.
આથી જ ત્રિલોકગુરુ પરમાત્મા મહાવીરદેવને શાસ્ત્રકાર પરમર્ષિઓએ ઠેર ઠેર “તપસ્વી' તરીકે સંબોધ્યા છે. રા વર્ષની ઘોર સાધનાના કાળમાં પ્રભુ માત્ર ખિાઈપીને !] આત્મચિંતન કરતા ન હતા પરંતુ તેમાંનાં ૧૧ વર્ષ તે નિજલ ઉપવાસરૂપ બાહ્ય તપના આરાધક હતા. આ જ વ્યવહાર-ધર્મની મહત્તા સાબિત કરતું સચોટ દષ્ટાન્ત છે. આંતર જ્ઞાનદશા પામવા માટે પણ બાહ્ય તપની ખૂબ ખૂબ જરૂર છે.
જે સાચો તપસ્વી છે તેને વાસના કેવી? જે તપસ્વી નથી તે નિર્વિકાર શી રીતે ?
અપવાદપૂર્વકની આ સામાન્ય વ્યાપ્તિ છે. એના દ્વારા આપણે યથાર્થ બાહ્ય તપનું મહત્ત્વ સ્વીકારીને જીવનને તપ:પ્રધાન બનાવવું જોઇએ.
છતાં ય તપ ન થઈ શકે તે તેની આત્મનિંદા કરવી પરન્તુ જ્ઞાનનો મહિમા વર્ણવતા બૂમબરાડા નીચે તપ-ધર્મની મહત્તા દર્શાવતા ગીતને દબાવી દેવાનું પાપ તે કદી ન કરવું જોઈએ.
તપની મહત્તા જીવંત રહેશે તે આપણી ભાછી પેઢી તેનું સેવન કરીને મહાન બનશે. સ્વ–પર કલ્યાણની સાધક બનશે.