________________
પાઠ : ૧ ભગવાન “તપસ્વી' હતા
અનાદિકાળથી ચાર ગતિના સંસારમાં પરિભ્રમણ કરતા જીવે દરેક ભવમાં જન્મ લઈને સૌથી પહેલા સમયે, પહેલી ભૂલ જે કઈ કરી હોય તે “આહાર લેવાની ભૂલ કરી છે. તેણે તે વખતે શરીર બનાવવાની ઈચ્છા પણ કરી ન હતી. પરંતુ પહેલાંના સમયથી લેવાતા જતા આહારનું શરીર બની ગયું, પછી તે શરીરમાં પાંચ ઈન્દ્રિયો વગેરે પણ તૈયાર થઈ ગયાં. “પઢવા ગયો નમાઝ અને મસ્જિદ કેટે વળગી’ એના જે આ ઘાટ થયો કે લેવા ગયે આહાર અને શરીર વળગી પડ્યું.
- હવે શું પૂછવું? બધા ભેગે અને પાપનું મેદાન શરીર અને ઈન્દ્રિયો ! શરૂ થયાં તોફાને ! ખેલાતી ગઈ વાસનાઓ ! ખડે થતે ગયે; કર્મોને ગંજ! નિત નવા આવતા ગયા; જનમ!
આમેય અનાદિકાળથી વાસનાઓ તગડી તે થઈ જ હતી. હવે એને શરીર, પાંચ ઇન્દ્રિયે, મન અને સાત ધાતુની ઉત્તેજનાઓ સહકારમાં મળ્યાં ! પછી બાકી શું રહે?