________________
મુનિજીવનની બાળપોથી-૨
એમાં બાહ્ય નિમિત્તોનાં પેટ્રોલ વાસનાની એ આગમાં ઠલવાતાં ગયાં. પછી તો આખે આતમ ભડકે જ બળે ને?
આવી દુર્દમ વાસનાઓને કાબૂમાં લઈને ખતમ કરી દેવા માટે આહારને પરિત્યાગ અત્યન્ત જરૂરી છે. આહારથી આરંભાયેલાં પાપોને આહારના ત્યાગથી જ હણવા રહ્યા,
આ માટે જ જૈન ધર્મમાં ઉપવાસ વગેરે “અનશન તિપને ખૂબ જ વધુ મહત્ત્વ અપાયું છે. ગમે તે કામી માણસ પણ ત્રીજા વગેરે ઉપવાસથી તદ્દન શાન્ત પડી જતે હોય છે. વાસનાઓને ખતમ શું કરવી? એના જે વિકરાળ પ્રશ્ન બીજે કઈ નથી. પણ તપથી વાસનાઓ સહેલાઈથી નષ્ટ થાય છે માટે તપ જે વાસના-નાશને બીજે કંઈ સરળમાં સરળ રસ્તો પણ નથી.
હા તપથી માત્ર શરીર શેષવાતું હોય તે તે બરાબર નથી. તપથી તે વાસનાને શેધવાની છે. તેમ કરવા જતાં - બંબાવાળાની અડફેટમાં આવી ગયેલા બાળકની જેમ – શરીર અડફેટમાં આવીને શેષાઈ જતું હોય તે તેને જરા ય અફસોસ પણ નથી.
વાસના-નાશ માટેના બીજા રસ્તાઓ ઘણા લાંબા અને અટપટા છે. જ્યારે આ લક્ષની તીવ્રતાપૂર્વકને વિધિવત્ તપને રસ્તે સાવ ટૂંકે અને સચોટ છે.
પણ સબૂર! ઉપવાસાદિ તપ તે તે જ વાસનાનાશક છે, જેને પારણામાં ઉણોદરી અને જોરદાર અનાસક્તિ પડેલી છે. આ વર્ષીતપ કરનાર પુણ્યાત્મા પારણાના દિવસે