________________
કવિકુલકિરીટ સુંદર હર્યો ભર્યો આબાદ દિપ મળી આવે છે તેમાં બેઠેલા સુકાનીને અને મુસાફરોને (the Captain & the Passengers) જાણે પુનરવતારજ ન થયો હોય તેવો રોમાંચિત આનંદ થાય તેવીજ રીતે ભવ સમુદ્રમાં શુદ્ધ માર્ગને ભૂલી વિખુટા પડેલા પાપ રૂપી ખડગેની સાથે સંઘર્ષણમાં આવી ભયભીત બનેલા આત્માઓને રક્ષણ આપનાર, ભાવપ્રાણ સમર્પનાર, નવજીવનના સ્ત્રોત વહેવડાવનાર, એક સુરમ્ય મનમેહક દીપ સમાન અહિં એક ભવ્ય જિનાલય છે. મંદિરમાં પતિતપાવન ગુણકુસુમઆરામ તરણ તારણ કલ્યાણકારણ એવા પરમ પુનિતવિશ્વત્રાતા તીર્થકર દેવ શ્રી પદ્મપ્રભુજી મૂળનાયક તરીકે બિરાજે છે.
ભક્તિ નૈકા –
સકલ જીવોના જીવ જીવન, શરણી ભૂત, પ્રાણાધાર, મંગલ માત્રને આવાસ, એ જિનેશ્વર પ્રભુની ભક્તિ પ્રાગભારના પરાગથી તલ્લીન બની જન્મ સાફલ્યને ઈચ્છતા અહિંના ગ્રામજનો આનંદમાં જીવન ગુજારે છે. વલી ગીત નૃત્ય પૂજા પ્રભાવના વગેરે પૂર્વક નિત્ય અર્ચના કરી પ્રભુ પ્રત્યે ભાવનાઓને પ્રદશિત કરે છે કે “હે પ્રભુ! અહિં જન્મ અમને તે આપને જ એક આધાર છે ! આપના પ્રતાપે આપના પરમાણુઓને સુવાસની હવામાં ( atmosphere ) ઉછરતાં આ આપના બાળ શમામૃત સિંચનથી તથા પરમાર્થ અને અહિંસામૂલક સિદ્ધાન્તના સંચારથી પ્રકૃધિત અને પુખ થયેલા આપસમાન વિશ્વને પાલક ધર્મ ચક્રના સંચાલક ભવભીરતારક અને જડવાયુઅપસારક ક્યારે બનશું ? આપના જીવન મંત્રોનો અમલ કરવાની અમારા કઈમાં શક્તિ સમર્પો કે જેથી જિનશાસન પ્રત્યે કે એકાદ વ્યક્તિની અદાકરેલી ફરજ બળશાસનનીજ કીર્તિ માટે થશે. આપ સન્મુખ અમે બાળ છીએ, તેમ જિનશાસનના હિસાબે આ બાળશાસન પણ યત્કિચિતકર બાળજ છે. માટે અમારા યોગ્ય આપના અહિંસા મંત્રના