________________
કવિકુલકરીટ છે કે ભાવિમાં થનાર નિસ્પૃહ નિરહંકારી સરળ આશયી પુણ્ય-પ્રતિ મૂતિના પુણ્યના પ્રબળ પડઘાએજ સદી પહેલાંથી જ આ ગામ વસાવનારને વિધિદ્વારા સુસંકલના નહિ કરાવી હોય?
જોકે બાલ શાસન એક નાજુકડુ ગામડુ છે પણ ત્યાંના નાના વૃક્ષની ઘટા નાના નાના છેડવાઓના ઘાડા નીકુંજે, ગામની સુખાકારી માટે મેટું ઉઠું અને નિર્મળ જળ પૂર્ણ વિશાળ જળાશય-કુવાઓ વગેરે તેમજ અત્રેની વિશુદ્ધ આબ હવા અત્રે આગંતુક જનને પળભર શહેરની શોભા અને વિલાસને ભૂલાવી ત્યાંજ નિવાસ કરવાની જીજ્ઞાસા કરાવે છે. બાલશાસનથી એક રસ્તે ભોયણીજી તીર્થ તરફ નીકળે છે. અને એક સુરજને અનુલક્ષીને પ્રસ્તરે છે તેમ બીજા પણ અનેક માર્ગો જુદા જુદા ગામે પ્રતિના પ્રયાણ માટે છે, આ ગામની બહાર તરફ એવા અનેક માર્ગો વહે છે કે અજ્ઞાન પથિકોને પળભર ગુંચવણના વમળમાં ચકરાવી નાંખે છે. એવા અટપટા ૫માં અથડાતા પંથીઓને ઉન્માર્ગથી અટકાવી ઈષ્ટ પંથમાં સંયોજવા અહિંની પરમાથી જનતાના સરળભાવથી અટકળી શકાય છે કે જેમ અહીંના સજજને ઈહલૌકિક માર્ગ બતાવવામાં પરમાર્થ–પ્રેમ પ્રદર્શાવવામાં અતીવ ઉદાર છે તેમ અહિંની સરળાશયી જનતામાં કોઈ વિરલ શક્તિ સંપન્ન વ્યક્તિ અનાદિના ચોરાશી લાખ જીવયોનિના અટપટા અટારા અને ભયંકર ગુંચવાડા ભર્યા રખડપટ્ટીના વિષમ દુઃખમય દુર્ગમ માર્ગના પરિભ્રમણથી તથા ચાર ગતિના ચંચલ ચોતરા રૂપી ભવમાંથી બચાવવા અહિંની કેાઈ ઉદય પામનાર વ્યક્તિ, અવિનશ્વર અનંત એવા દુ:ખ રહિત સુખ ધામને અર્થાત શાશ્વત આત્માના અવિચળ ગુણને સમર્પનાર, મુક્તિપુરી તરફનો શુદ્ધ નિર્દોષ અવિકલ અને સરળ ભાવમાર્ગને દર્શાવશે.
આ ગામની જનતા સર્વ કેમોમાં ભિન્ન ભિન્ન પ્રકારે વહેંચાયેલી છે. તેમાં સર્વાગ્રણી જૈન કેમ મનાય છે. જૈન વસ્તિ બહોળા