________________
સૂરિશેખર
[ ૫ બાલવડે શાસન” એમ અર્થ સમન્વિત થાય છે. બીજું એ કે વીરા શકન અર્થાત જ્યાં બાળકને બાળપણથી જ એવા દઢ મૂળથી ઉચ્ચ ધાર્મિક તેમજ વ્યવહારિક સંસ્કારે ગળથુંથીથી જ પુષ્ટ કરવામાં આવતા હતા કે જેથી યુવાવસ્થાથીજ તેઓમાં વિનીતતા. સુશીલતા, ધેયંતા, ઉદારતા, વિચારશીલતા આદિગુણો સ્વયં સહેજે સ્વાંગરૂપ સચોટ જામી જતા હતા. જેથી યુવકેને તથા વૃદ્ધોને શિખામણની જરૂર રહેતી ન હતી, એટલે બાલે માટે એ ગામમાં શાસન હતું.
એક બીજી પણ ઘટના એ ઉદ્ભવે છે, કે “વારા શાસનઝ એટલે કે આ પુનીત ભૂમિ આ ગુણ નિષ્પન્ન નામધારા એક ભવ્ય આગામી આગાહિનું સૂચન કરે છે કે આ ભૂમિમાં કઈ એક વા અનેક અદ્વિતીય આદર્શવ્યક્તિ ભવઅટવીમાં ભૂલા પડેલા મેહમાયાના મસ્તાની ભર્યા તેફાનમાં તણાઈ રહેલા બાળકને સત્યપંથ બતાવનાર સન્માર્ગ સંદર્શક જરૂર કોઈ આદર્શ સંત જન્મ પામશે, એટલે કે બાળકને હિતશિક્ષા આપનાર અહીં જન્મશે. માને કે એ
બાલશાસન” નામ માત્રજ એ ભવ્ય આગામી–આગાહિને જ સંબોધી રહેલ હેય તેમ દક્ષજનેને ભાસે છે અથવા વાઢ ફારને એને અર્થ એ થઈ શકે છે કે બાલથી શાસન એને ભાવાર્થ એ કલ્પી શકાય છે કે શાસન સામ્રાજ્યમાં ભગવાન મહાવીરની ત્રિકાલ અબાધિત નિરૂપમ આજ્ઞાને ભારતના ખુણે ખુણે વાયુ વેગે બાલશાસન ગામમાં જન્મનાર એક અજોડ વ્યક્તિ બાળપણથી જ સ્વાત્મબળથી ફેલાવશે. અથવા વિશ્વવત્સલ જિનાધિપે સજેલી મનહર શાસન ઈમારતને બાળવયથી જ તેને ટકાવવામાં ચીરસ્થાયી બનાવવામાં અને વિશેષ વિશેષ સુશોભિત બનાવવામાં વિવિધ નય અને સ્યાદવાદ તત્વથી સંદર્ભિત વાણુરૂપ રંગ બેરંગથી તે ઈમારતને અત્યંત આકર્ષક બનાવશે. ઉપર મુજબના ભાતભાતના વ્યુત્પત્તિ અર્થોથી અમેને ભાસે