________________
મરિયાખા
પીછે હઠ કરાવનાર એક નામી નરેશ થશે. તેના કબજાના ચાર ચુમ્માલીશ ગામમાં એકછત્ર રાજ્ય ચાલતું હતું, જેમ ભીમસેન શબ્દમાંથી “સેન” શબ્દ જે રૂઢ થાય છે, તેવી જ રીતે આ ચુંઆલ દેશને માટે પણ ચારસેન અંક નીકળી જતાં “ચુંઆલ” તરીકે પ્રસિદ્ધિ થવા પામી છે. પ્રાચીન સમયમાં પણ ગુજર ઉપર પરરાજ્યના રાજવીઓનાં ઘેરા આક્રમણે, જ્યારે જ્યારે આવ્યા ત્યારે ત્યારે ગુર્જરનું જેવું ને તેવું ગૌરવ સાચવવા, તેનું રક્ષણ કરવા, તેમજ તેની યશસ્વીતાને વિશેષ ઓજસ્વી બનાવવા, આ વિભાગના શરેએ અગ્રણય ભાગ ભજવ્યો હતો. હાલમાં પણ ગુર્જરના અન્ય વિભાગે કરતાં આ દેશની શૂરવીર ઠાકરડા રજપુતે વગેરે કે, ઘણુંજ બળવતી દેખાય છે. અત્રેની પ્રજા આચાર વિચારમાં, કળા કૌશલ્યમાં, દ્ધિ સિદ્ધિમાં, વિચાર વ્યવહારના વિનિમયમાં, દયા દાનમાં તેમજ સ્વ સ્વ ધર્માચરણમાં સઉથી મોખરે રહેનારી છે. શભા પ્રિય રમણીઓનાં વિશાળ ભાલ પ્રદેશને નાનું પણ કુંકુમ તિલક વિશેષ સહામણું બનાવે છે. સપ્ત રંગીલા ભાત ભાતના ઘણા પણ વચ્ચે અંગને જે શાભા નથી આપી શક્તાં તે શોભા ચમકતા અને ઝગમગદાર હીરા, પન્ના ને મોતીના સ્વર્ણજડિત આભૂષણ આપે છે, તેમ સુપ્રસિદ્ધ ગુણયલ ગુર્જર દેશમાં અનેક ઋદ્ધિવંત અને કુશળ વિભાગે હોવા છતાં ચું આલ વિભાગ ગુજર સંસ્કૃતિ-અંગનાના કીર્તિ-કુંજ નિકુંજોને અધિક દેદીપ્યમાન બનાવનાર થયું છે. ખરેખર ગુર્જરની શોભા, ગૌરવ અને શાખ વધારવામાં ચુંઆલપાટણવાડનોજ વિશેષ ફાળે છે.
આ ચુંઆલ વિભાગ વિરમગામ પરગણામાં ગણાયેલ છે. જે વિભાગ જૈન, તેમ જૈનેતરના પુનીત તીર્થોનું એક ધામ બન્યું છે. તે અનેક તીર્થોમાં “ભાયણજીતીથ” એ જૈનીઓનું એક પવિત્ર તીર્થ મનાય છે. અત્રે ગગનાવગાહી વિશાળ અને ભવ્ય આલીશાન ઉજવળ મંદિરમાં મૂળનાયક તરીકે મેહમદના મદોન્મત્ત મતંગજેના