________________
આત્માની સ્વભાવ દશા
હોય છે. એટલે ઉપરોક્ત લાગણીઓને અનુભવવાને આ મગજને જ જે સ્વભાવ હેય તે મૃતદેહવાળા મગજમાં એવી લાગણીઓ કેમ અનુભવાતી નથી ? વસ્તુને ગુણ-સ્વભાવ કે લક્ષણ તેને જ કહેવાય કે તે તે ગુણસ્વભાવ કે લક્ષણ, તે તે વસ્તુમાં સદાના માટે વિદ્યમાન હોય. અને તે વસ્તુની જાત સિવાય અન્ય જાતવાળી વસ્તુમાં કદાપી ન જ હોય. માટે ઉપરોક્ત લાગણીઓ પ્રગટાવનાર ચૈતન્ય ગુણ એ મગજને ગુણ હોત તે મૃતદેહના મગજમાંથી એ લાગણીઓ નષ્ટ પામી શકત જ નહીં. માટે માનવું પડશે કે ચૈતન્ય તે. શરીર યા શરીરના કોઈપણ અવયવેને ગુણ નહીં હોતાં, જીવને જ ગુણ છે. જીવને એ લાગણીએ પોતાના ચૈતન્યગુણુ વડે અનુભવવામાં મગજ અને તેની સાથે જોડાએલ શરીરના બીજા તંતુઓને સાધનરૂપ–મદદરૂપ છે. તંતુઓ તે જ્ઞાનતંતુઓ કહેવાય છે. તે મગજ સાથે સંયુક્ત બની રહી શરીરમાં સર્વ સ્થળે ફેલાયેલા હેવાથી આખા શરીરની ઉપર કે અંદર થતી અસરકારક હીલચાલના સમાચાર તે જ્ઞાનતંતુઓ મગજમાં પહોંચાડે છે. મગજ દ્વારા તે સમાચાર મનને પહોંચે, અને મન તે તાંતણના તાર ઇદ્રિને જોડે છે. આ બધાને સંચાલક તે જીવ છે. જીવવિના મૃત દેહમાં આવું સંચાલન થઈ શકતું નથી. એટલે લાગણી ઉત્પન્ન કરનાર ચૈતન્ય એ જીવમાં જ હોઈ શકે છે.
આ ચૈતન્ય યા જ્ઞાનગુણને વિકાસ દરેક જીવમાં, યા તે એકનાએક જીવમાં એક સમયથી અન્ય સમયમાં, ન્યૂના