________________
કે
એ
વ
"
*
* * * * *
*
* *
* *
- જૈન દર્શનને કર્મવાદ ધિક પ્રમાણમાં પણ જોવામાં આવે છે. એકના એક જીવમાં પણ એકથી અન્ય સમયમાં આ લાગણીઓનું જૂનાધિકપણું હોય છે. એક સમયે અનુભવેલી તે લાગણીઓનું, અન્ય સમયે સ્મરણ પણ થયા કરે છે. આવી લાગણીઓ-પદાર્થ સ્વરૂપને ખ્યાલ–અને ભૂતપૂર્વ લાગણીઓનું સ્મરણ, જીવને અનુભવવામાં જીવને ચૈતન્યગુણ અર્થાત્ જ્ઞાનગુણ છે. જ્યાં જ્ઞાનગુણ યા ચૈતન્યગુણ છે, ત્યાં જ આ બધા અનુભવ છે. જ્ઞાનગુણના અભાવે જડપદાર્થમાં તેવી લાગણીઓને અનુભવ હોઈ શકતા નથી. આ જ્ઞાનગુણ એ, જીવમાં જ હોય. જીવ સિવાય જ્ઞાન ગુણ હોય જ નહીં, અને જ્ઞાનગુણ વિનાને જીવ પણ ન હોય. ગુણ અને ગુણને અભેદ સંબંધ હોય છે.
જીવે ધારણ કરેલ શરીરના કોઈ અવયવને એ જ્ઞાનગુણ હેઈ શકતું નથી. શરીરમાંથી જીવ ચાલ્યા ગયા પછી, શરીર તેના સંપૂર્ણ અવય સહિત પડ્યું હોય છે. પરંતુ તેમાં ઉપરેત લાગણીઓ પ્રગટાવનાર ચૈતન્યપણું હતું નથી. એટલે માનવું જ પડે છે કે ચૈતન્ય એ શરીરને નહીં પરંતુ જીવને જ ગુણ છે. કેટલાક માણસે ઉપરોક્ત લાગણીએને સમજવાનું, વિચારવાનું, યાદ રાખવાનું, આગળ પાછળની વાર્તાની મેળવણી કરવાનું, અમુક વાતને જીવનમાં અમલ કરવાનું, ત્યાગ કરવાનું, એ વીગેરેને નિર્ણય કરનાર, તે જીવનું મગજ છે, એમ માને છે. પરંતુ આ માન્યતા ભૂલ ભરેલી છે. કારણકે હજારે કે લાખે વર્ષનાં મડદાંને પણ મગજ હોય છે. તાત્કાલિક મૃત્યુ પામેલ એક સારા વિદ્વાન બુદ્ધિશાળી મનુષ્યના મૃતદેહમાં પણ મગજ તે વિદ્યમાન