________________
વિહારમાં ભક્તામર મંદિર જિનાલયના ભોયરામાં સાકાર થયેલ છે જે આખું જિનાલય અત્યંત દર્શનીય છે. પૂજ્યશ્રીનો પ૭ વર્ષનો દીક્ષા પર્યાય હતો. પૂજ્યશ્રીના અંતિમ બે ચોમાસા અમદાવાદમાં થયા. અંતિમ ચોમાસુ ધરણીધર ગૌરવ બંગલામાં થયેલ હતું... છેલ્લા બે વરસમાં શરીર ઉપર રોગનો ઘણો હુમલો થયો હતો. શરીરના
સ્નાયુઓ સુકાતા જતા હતા. બોલવાનું પણ બંધ થતું હતું. તેમાં પણ પોતાની નિત્ય આરાધના દેરાસરમાં ચૈત્યવંદન... ભક્તામરસ્તોત્રનો પાઠ તથા સૂરિમંત્રનો ત્રિકાળ જાપ ચાલુ હતો. ડૉક્ટરી ઉપચાર.... વૈદ્યના ઉપચાર ચાલુ હતાં તો પણ આસો વદ-૧૩ના રોગનો હુમલો વધી ગયો. સંવત ૨૦૪૨, આસો વદ-૧૪ દિવાળીના દિવસે ચતુર્વિધસંઘના મુખેથી નવકારમંત્રનું શ્રવણ કરતા કરતા સમાધિ મરણને પામ્યા.
તેમની અંતિમ યાત્રા ધરણીધર - ગૌરવ બંગલાથી નિકળીને શાંતિનગર પહોંચીને ત્યાં અંતિમ (અગ્નિ) સંસ્કાર થયેલ અને ત્યારબાદ ત્યાં ગુરુમંદિર બનાવવામાં આવ્યું. પાલીતાણા – ભરૂચ - સિકંદ્રાબાદ વિગેરે સ્થાનોમાં ગુરુમંદિર નિર્માણ પામ્યા છે.
પૂજ્યશ્રીની ઉદારતા - સૌમ્યતા - જ્ઞાનોપાસના - વૈરાગ્ય – સંયમ - રત્નત્રયીની વિશુદ્ધિ... પંચાચારની પવિત્રતા - સ્વ-પર કલ્યાણની ઉદાર ભાવના, પરમ વાત્સલ્ય ભાવ, ગુણાનુરાગ, સંયમનિષ્ઠા વગેરે ગુણોસભર સમૃદ્ધિઓની ભેટ ધરી છે. શ્રી સંઘ ગુરુદેવને વારંવાર વંદન કરીને - યાદ કરીને કૃતકૃત્યતા અનુભવે છે. જિનશાસનના પ્રભાવક ભાવાચાર્ય તીર્થપ્રભાવક પ.પૂ.ગુરુદેવશ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા.ના ચરણોમાં કોટી કોટી વંદન...
– ડૉ. કવિન શાહ
0
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org