Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૭ ]
સાધન-સામગ્રી ખુશફહમ (પ્રશસ્ત પ્રજ્ઞાવાન)ની પદવી આપી હતી. એ સમયે સિદ્ધિચંદ્ર જુવાન અને અત્યંત સ્વરૂપવાન હતા. એક વાર પાદશાહે બહુ સ્નેહથી એમને હાથ પકડી કહ્યું: “હું આપને પાંચ હજારની મનસબદારી અને મટી જાગીર આપું છું તેનો આપ સ્વીકાર કરી રાજા બનો, લગ્ન કરે અને સાધુવેશનો ત્યાગ કરે, પણ સિદ્ધિચંદ્ર પિતાના આચારમાંથી ચલિત થયા નહતા. ભાનુચંદ્ર ઉપાધ્યાય પ્રાય: અકબરના મરણ સુધી એના દરબારમાં રહ્યા હતા.
હીરવિજ્યસૂરિના પટ્ટધર વિજયસેનસૂરિ હતા, જેઓ લાહેરમાં અકબર પાદરગાહને મળ્યા હતા એ ઉપર આવી ગયું. વિજયસેનસૂરિનું જીવનવૃત્ત હેમવિજયે “વિજયપ્રશસ્તિ ના ૧૬ સર્ગોમાં આલેખ્યું છે. હેમવિજયને સ્વર્ગવાસ થતાં ગુણવિજયે એમાં પાંચ સર્ગ ઉમેરી કુલ ૨૧ સર્ગો ઉપર ટીકા રચી છે (સં. ૧૬૮૮ ઈ.સ. ૧૯૩૨).૫ વિજયસેનસૂરિના પટ્ટધર વિજયદેવસૂરિ પણ પિતાના ગુરુઓની જેમ એક પ્રભાવશાળી આચાર્ય હતા. સં. ૧૬૭૪ (ઈ.સ ૧૬૧૮)માં એમની તપશ્ચર્યાથી આશ્ચર્ય પામી પાદશાહ જહાંગીરે માંડવગઢમાં “જહાંગીરી મહાતપા'નું બિરુદ એમને આપ્યું હતું. એમનું ચરિત્રલેખન ખરતરગચ્છના શ્રીવલ્લભ પાઠકે સટીક “વિજયદેવમાહાસ્ય” (સં. ૧૬૯૯-ઈસ. ૧૬૪૩માં કર્યું છે. ગુણવિજ્યકૃત “વિજ્યદેવસૂરિપ્રબન્ધનો સાર આચાર્ય જિનવિજયજીએ “પુરાતત્ત્વ પુ. ૨, પૃ. ૪૬૦-૬૩ માં આપ્યો છે. વિજયદેવસૂરિના નિર્વાણની સઝાય મળે છે.૭ વિજયદેવસૂરિ તેમજ એમના પટ્ટધર વિજ્યપ્રભુસૂરિનું ચરિતવર્ણન સુપ્રસિદ્ધ વિદ્વાન મેઘવિજય ઉપાધ્યાયે “દેવાનન્દ મહાકાવ્ય” (સં. ૧૭૨૭-ઈ.સ. ૧૬૫૬)માં૪૮ કર્યું છે. એ જ વિદ્વાને રચેલા દિગ્વિજય મહાકાવ્યમાં૪૯ વિજ્યપ્રભસરિનું કાવ્યાશ્રય વિસ્તૃત જીવનવૃત્ત છે.
પ્રમાણિક્યના શિષ્ય જ્યમ ઉપાધ્યાયે સં. ૧૬પ૦(ઈ.સ. ૧૫૯૪)માં સંસ્કૃતમાં “કર્મચંદ્રવંશાવલી પ્રબંધ” રચ્યો છે અને એ ઉપર સંસ્કૃત ટીકા એમના શિષ્ય ગુણવિનય સં. ૧૬૫૫(ઈ.સ. ૧૫૯૯)માં લખી છે.• પ્રબંધને ગુજરાતી પદ્યાનુવાદ પણ ગુણવિનયે એ જ વર્ષમાં કર્યો છે ૫૧ મંત્રી કર્મચંદ્ર એ બીકાનેરનો ઓસવાળ વણિક હતો. એનું કુટુંબ રાજસ્થાનનાં રાજકુળમાં અને મુઘલ દરબારમાં સારે પ્રભાવ ધરાવતું હતું. મંત્રી કમચંદ્ર અકબર બાદશાહના ગાઢ સંપર્કમાં આવ્યો હતો. ખસ્તર ગચ્છના આચાર્ય જિનચંદ્રસૂરિને અકબર સાથે પરિચય એણે કરાવ્યો હતો. કર્મચંદ્ર અને એના વંશજોનું ગુણસંકીર્તન કરતા આ પ્રબંધમાંથી રાજસ્થાન અને ગુજરાતના રાજકીય અને ધાર્મિક ઈતિહાસની ઘણી મહત્તવની હકીકત તેમ જ સામગ્રી પ્રાપ્ત થાય છે.