________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ દિવસ-જ્ઞાનાવરણીય કર્મ-પૂજા.
( ૧૩
1
-
,
,
,
- hકાનની મજાક - *
'કાક
અને ધ્રુવ, અધ્રુવ, એમ બાર–આર–પ્રકાર થાય છે; તેથી ૨૮ ને બારે ગુણતાં ૩૩૬ ભેદ થાય છે. તેમાં ૪ બુદ્ધિ ભેળવતાં ૩૪. ભેદ થાય છે.
આ પ્રમાણે ૨૮-૩૨-૩૩૬ ને ૩૪૦ ભેદ મતિજ્ઞાનન. છે. તેને આવરણ કરનાર કેમ તે મતિજ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. તેના નિવારણ માટે આ બીજી ચંદનપૂજા કરવાની છે.
(આ ભેદેનું વિશેષ સ્વરૂપ કર્મગ્રંથાદિકમાંથી ગુરુગમવડે. જાણી લેવું.)
કાવ્યને અર્થ જિનેશ્વરનું શ્રેષ્ઠ સુગંધી દ્રવ્ય–કેશર, બરાસ વિગેરેથી જે પૂજન કરવું તે જન્મ, જરા ને મરણથી ઉત્પન્ન થતા ભયને હરનાર છે, તેમ જ સર્વ પ્રકારના રેગ ને વિયેગરૂપી વિપત્તિને પણ હરનાર છે; તથા પિતાના આત્માને પાવન કરનાર છે, તેવું પૂજન નિરંતર પિતાના હાથવડે કરે. ૧
સકળ કર્મરૂપ કલંકનો વિનાશ કરવાવાળા નિર્મળ ભાવ અને સુવાસનારૂપ ચંદનવડે કરીને અનુપમ એવી ગુણશ્રેણિના આપનાર સહજ સિદ્ધના તેજની અર્થાત્ જ્ઞાનતેજોમય સિદ્ધની હું પૂજા કરું છું. ૨.
મંત્રનો અર્થ પૂર્વ પ્રમાણે છે. તેમાં એટલું ફેરવવું કે – મતિજ્ઞાનાવરણના નિવારણ કરનારા પ્રભુની અમે ચંદનવડે પૂજા કરીએ છીએ.
For Private and Personal Use Only